જામનગરના કાલાવડમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

52

ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા

ગુગલ મેપમાંથી લીધેલી ભૂકંપના આંચકાના સ્થળની તસવીર
ગુગલ મેપમાંથી લીધેલી ભૂકંપના આંચકાના સ્થળની તસવીર

સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા સમયાંતરે અનુભવાય રહ્યા છે. ત્યારે જામનગરના કાલાવડમાં આજે બપોરે 1.38 વાગે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જામનગરથી 28 કિમી દૂર ભૂકંપનો આંચકો અનુભવાતા ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ગત શનિવારે જ જામનગરના લાલપુર અને ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે.

30 જુલાઈએ રાજકોટમાં સાંજે 7.27 વાગ્યે 2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો સામાન્ય આંચકો અનુભવાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં 30 જુલાઈના રોજ 1થી 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ત્યારે તાલાલામાં બપોર બાદ 3.44 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તાલાલામાં એક તરફ ધોધમાર એક ઇંચ વરસાદ નોંધાયો હતો અને બીજી તરફ ભૂકંપના આંચકાથી તાલાલની ધરા ધ્રુજી હતી.