ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)ના તંત્રે કેટલાક દેશોએ અન્ન-ખાદ્ય તથા ખાતરની નિકાસ પર મૂકેલાં નિયંત્રણોને ચિંતાજનક ગણાવ્યા હતા. આઈએમએફના અધિકારીએ જણાવ્યું હતું કે આવા બહુરાષ્ટ્રીય નિયંત્રણોને કારણે વૈશ્ર્વિક ભાવવધારાનો વેગ અને બજારની અનિશ્ર્ચિતતા વધશે. યુક્રેનમાં લડાઈ શરૂ થયા પછી ત્રીસેક દેશોએ અન્ન-ખાદ્ય સામગ્રી અને ઇંધણ સહિત અનેક આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ પર નિયંત્રણો મૂક્યાં છે. અગાઉ ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, એ પ્રતિબંધ 13 મે કે ત્યાર પહેલાંના કસ્ટમ્સના ક્ધસાઇનમેન્ટ્સ પરથી હટાવીને એ જથ્થા રવાના કરવાની છૂટ આપી હતી. આઈએમએફના પ્રવક્તા ગેરી રાઇસે જણાવ્યું હતું કે પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓને સંબોધન દરમિયાન ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હળવો કરીને મર્યિદિત જથ્થો છૂટો કરવાના ભારતનો તાજેતરનો નિર્ણય પ્રશંસનીય છે. ભારતે ફૂડ સિક્યોરિટી હેઠળ આગોતરા કોન્ટ્રાક્ટ અનુસાર વિવિધ દેશોને મોકલવાના શિપમેન્ટ્સ પણ રવાના કયર,િ એ નોંધપાત્ર બાબત છે. અમે પ્રતિબંધો વધુ હળવા કરવામાં આવે એવી આશા રાખીએ છીએ.
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હળવો કરવાનું ભારતનું પગલું પ્રશંસનીય
