રાજકોટમાં BRTS સિસ્ટમ ફેલ છતાં નવા 150 ફૂટ રીંગ રોડ પર રૂટ બનાવી દીધા
અન્ય વાહનચાલકો માટે પણ રૂટ ખોલી નાંખવામાં આવે તેવી માગ
- Advertisement -
સત્તાધીશો વિકાસના નામે પ્રયોગો કર્યે જાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે BRTS રૂટ સુવિધાને બદલે હેરાનગતિ વધારનારો રૂટ બની ગયો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરનો ટ્રાફિક એક બાજુ હડસેલી દેવો અને બીઆરટીએસ બસોને શહેરમાં રાજમાર્ગ પર સ્પેશિયલ રૂટમાં ફરાવવી તે સ્થિતિ શહેરમાં ટ્રાફિકની આખી વ્યવસ્થા તોડી પાડે છે. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા, જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે આ બીઆરટીએસ રૂટ શરૂ કરાયો હતો પરંતુ આ રૂટે કાર્યરત થયા પછી ઉલટાની ટ્રાફિકની સમસ્યા શહેરમાં વધી જવા પામી છે. સ્માર્ટસિટી ગણાતા રાજકોટની મુખ્ય સમસ્યા ટ્રાફિક જામ છે.
- Advertisement -
ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ વકરી જતી હોય છે. બીઆરટીએસ રૂટના લીધે બંન્ને સાઇડના રોડ સાંકળા થવા, તે રોડ પર પડેલા ખાડા, ખોદકામ, દબાણો, આડેધડ પાર્કિંગના કારણે ચક્કાજામની સ્થિતિ વધુ વણસી ગઇ છે. બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસો જ દોડી રહી છે તે સિવાય આ રૂટ બંધ રખાય છે જેના કારણે વરસાદી પાણી ભરાવા, ચક્કજામ થવા જેવી પરિસ્થિતિમાં લોકો ભારે હાલાકીમાં મૂકાઇ જતા હોય છે. ચોમાસા પુરતો બીઆરટીએસ રૂટ અન્ય વાહનચાલકો માટે પણ ખોલી નાંખવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.



