એન્ટાર્કટિકામાં તાજા વરસેલી બરફમાં ખતરનાક માઇકોપ્લાસ્ટિકના કણો જોવા મળ્યા છે. આ કણોનો આકાર ચોખાના દાણા કરતા પણ નાનો છે. જે 13 અલગ-અળગ પ્રાકરના પ્લાસ્ટિકના કણો મળ્યા છે, જેમાં સોથી કોમન પીઇટી છે. જેનો ઉપયોગ ખાસ કરીને ઠંડા પાણીની બોટલ કે કપડા બનાવવા માટે કરવામાં આવે છે. એ બાબતની શંકા છે કે, એન્ટાર્કટિકા સુધી માઇક્રોપ્લાસ્ટિકના કણો માણસોના કારણે પહોંચ્યા, પરંતુ વૈજ્ઞાનિકો આ ઘટનાને જળવાયુ પરિવર્તનના કારણે બની છે, તેમ માની રહ્યા છે.
- Advertisement -
એક સામાયિકમાં પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એન્ટાર્કટિકા વિસ્તારમાં જળવાયુ પરુવર્તનનની અસર જોવા મળી રહી છે. છેલ્લા સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતુ કે, માઇક્રોપ્લાસ્ટિકના કણ પર્યાવરણની સાથે-સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે.
જેના કારણે જીવોમાં વિકાસ, પ્રજનન અને સામાન્ય જૈવિક કાર્ય પ્રભાવિત થાય છે. વર્ષ 2019ના અાખરી સુધી ન્યૂઝીલેન્ડના કેટરબરી યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા વિદ્યાર્થી અલેક્સ અવેસએ એન્ટાર્કટિકામાં રોસ આઇસ શેલ્ફથી બરફના નમૂના એકઠા કર્યા હતા. આ દરમ્યાન હવામાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરીને લઇને કેટલાક અભ્યાસ થયા હતા. જો કે, આ વાતથી બધા અજાણ હતા કે, માઇક્રોપ્લાસ્ટિકના કણોની આ સમસ્યા આટલા વ્યાપક પ્રમાણમાં હશે.
- Advertisement -
યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફએસર લોરા રેવલએ કહ્યું કે, જયારે અલેક્સએ એન્ટાર્કટિકાનો પ્રવાસ કર્યો તો અમે એ આશામાં હતા કે ત્યાં કોઇ પણ માઇક્રોપ્લાસ્ટિક નહીં મળે. પરંતુ જયારે પ્રયોગશાળામાં તેની તપાસ કરી તો તેના પરિણામો આશ્ચર્યજનક હતા. એન્ટાર્કટિકામાં 19 જગ્યાઓ પરથી બરફના ટુકડા લેવામાં આવ્યા હતા અને પ્રતિ લિટર પીઘળેલા બરફમાં લગભગ 29 માઇક્રોપ્લાસ્ટિક કણો મળ્યા, જે રોસ સાગર અને એન્ટાર્કટિકા સમુદ્રી બરફમાં પહેલા હોય તેની સમુદ્રી સાંદ્રતાથી પણ ઓછી છે.
ભારતના ખેતરોમાંથી મળ્યા હતા માઇક્રોપ્લાસ્ટિકના કણો
માઇક્રોપ્લાસ્ટિકના કણોની ઓળખ ભઆરતમાં છેલ્લા કેટલાક મહીનાઓથી થઇ છે. ભારતીય વૈજ્ઞાનિકોએ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજયના ગામડાના વિસ્તારોમાં જઇને હવે કૃષિ ભૂમિમાંથી માટીના સેમ્પલ લઇને તપાસ કરતા તેમાંથી માઇક્રોપ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો મળ્યા હતા.