ગોધરાની દીપ ચિલ્ડ્રન અને ભરૂચની કાશીમા હોસ્પિટલ સસ્પેન્ડ એક્સપાયરી ડેટની દવાઓ, બિન-ક્વોલિફાઈડ સ્ટાફ અને ફાયર NOC
ન હોવા જેવા ગંભીર મુદ્દાઓ સામે આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.07
ગુજરાતમાં રાજ્યનું આરોગ્ય તંત્ર ફરી એકવાર એક્શનમાં આવ્યું છે. ગુજરાતના હેલ્થ વિભાગની ટીમે રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં નિયમોના પાલનને લઈને મોટી કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગની ટીમે કરેલા અચાનક ચેકિંગ બાદ નિયમોનું પાલન ન કરનારી બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે હોસ્પિટલોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
- Advertisement -
કાલોલની માં ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તપાસ દરમિયાન હોસ્પિટલોમાં દવાઓ, સ્ટાફ અને ડોક્ટરને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ: PICU, NICU માટે જરૂરી માપદંડોનું પાલન નહોતું, એક્સપાયર ડેટ વાળી દવાઓ મળી આવી હતી, MBBS ડોક્ટર હાજર નહોતા, અને ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન થતું નહોતું.
કાશીમા હોસ્પિટલ: PICU અને NICU માટે માપદંડ પૂરા નહોતા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું થતું, નર્સિંગ સ્ટાફ ક્વોલીફાઈડ નહોતો, તબીબી અધિકારી હાજર નહોતા અને ઇઞ પરમિશન કે ફાયર ગઘઈ ઉપલબ્ધ નહોતી.
- Advertisement -
માં ચિલ્ડ્રન હોસ્પિટલ (કાલોલ): લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું કરાયું અને એક્સપાયરી ડેટવાળી દવાઓ પણ આપવામાં આવી હતી. આ તમામ હોસ્પિટલોમાં ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને તાબડતોબ કાર્યવાહી કરી હતી.



