અપહરણમાં મદદગારી કરનાર આરોપીનો કાકો ઝડપાયો
ગોંડલ
- Advertisement -
ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીરાનું રાકેશ ડામોર ( રહે. ચુડેલ, તાલુકો પારા, જીલ્લો જામ્બુવા મધ્યપ્રદેશ) વાળા એ લગ્નની લાલચ આપી ઇકો ગાડીમાં અપહરણ કરી લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે ipc કલમ 376(2)(એન), 363, 366, 114 તથા પોક્સો એક્ટ કલમ 4, 6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ અપહરણની ઘટનામાં ઉપરોક્ત શખ્સના કાકા ટકરીયા એ મદદગારી કરી હોય તેની સામે પણ ગુનો નોંધાવા પામ્યો હતો જેની તાલુકા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
બનાવ અંગે તાલુકા પી.એસ.આઇ એમ જે પરમારે જણાવ્યું હતું કે સગીરા નું અપહરણ 18 જાન્યુઆરી ના રોજ થયું હતું બાદમાં આરોપી શખ્સ એમપી સુધી લઈ ગયો હતો આશરે અઢી માસ દરમિયાન અનેકવાર દુષ્કર્મ ગુજારી સગીરાને તેના માતા-પિતાના હવાલે કરતા ફરિયાદ નોંધાઇ હતી જે અંગેની વધુ તપાસ cpi કે એન રામાનુજન દ્વારા હાથ ધરાઈ છે


