ખાતરની એજન્સીનું લાયસન્સ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી પૈસા ટ્રાન્સફર કર્યા
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ઇવનગરનાં વેપારીને ખાતરની એજન્સીનું લાયસન્સ મેળવવા ફેસબુકમાં સર્ચ કર્યું હતું. બાદ અજાણ્યા શખ્સે ફોન કરી અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 9.01 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાં.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ઇવનગર ગામમાં રહેતા અને જંતુનાશક દવાની દુકાન ધરાવતા મૌલીકભાઇ વિનોદભાઇ કોઠડીયા ગત તા. 13-4-2022ના દુકાને હતા. ત્યારે ફેસબુક આઇડી પર ઇફકો ખાતરનું લાયસન્સ કેવી રીતે મળે તે અંગે લખાણ હતું. આથી મૌલીકભાઇએ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આથી અજાણ્યાં શખ્સે ફોન કરી દવાના અને ખાતરની એજન્સી અપાવવાના નામે લાયસન્સ અને ડીપોઝીટ પેટે પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતુ. ત્યારબાદ મૌલીકભાઇએ અલગ અલગ સમયે અલગ ખાતાઓમાંથી કુલ 9.01 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં ન એજન્સી આપી હતી કે ન પૈસા પરત આપ્યા હતા. આ અંગે માૌલીકભાઇએ ફરિયાદ કરતા જૂનાગઢ સાયબર પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



