પૂર્વ ઉપપ્રમુખ સહિતના કાર્યકરો AAPમાં જોડાતા હળવદ શહેરમાં રાજકીય ગરમાવો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
હળવદના સ્થાનિક રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ઘટના બની છે, જેમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયેશ વાસુદેવભાઈ પટેલ કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમનો પક્ષ પ્રવેશ શહેરના રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે છે. હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ આપ પાર્ટીના સેક્રેટરી પીઠ રાજકીય ડો કે.એમ. રાણાના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના હસ્તે હળવદ તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો ભાજપ અને કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા, જયેશભાઈ વાસુદેવભાઈ પટેલ પૂર્વ ઉપપ્રમુખ હળવદ નગરપાલિકા, સુંદરભાઈ ઉકાભાઈ ચાવડા પૂર્વ સરપંચ રણજીતગઢ, પિયુષભાઈ છગનભાઈ પટેલ પૂર્વ ઉપસરપંચ રણજીતગઢ, વિનોદભાઈ વાલજીભાઈ પટેલ પૂર્વ ઉપસરપંચ રણજીતગઢ તેમજ અનેક કાર્યકર્તાઓએ સ ધારણ કરીને ઈમાનદારી અને લોકસેવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી,આ બધા આગેવાનો એ જણાવ્યું કે હવે સમય છે સ્વચ્છ અને પારદર્શક રાજકારણનો, જ્યાં સામાન્ય માણસના હક માટે લડવું એ જ રાજનીતિનો હેતુ છે. આમ આદમી પાર્ટી એ ઈમાનદારી, સેવા અને વિકાસનું પ્રતીક છે જે ગુજરાતને નવા દિશામાં આગળ લઈ જશે. અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાણથી જનહિતની નવી શક્તિ ઊભી થઈ છે. આ નિમણૂકથી હળવદ ’આમ આદમી પાર્ટી’ નું સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી ચૂંટણીમાં પક્ષને ફાયદો થઈ શકે છે.



