ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી..પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરી તેણે આ જાહેરાત કરી તેના લાખો ચાહકોને આંચકો આપ્યો હતો.ધોનીએ “મેં પલ દો પલ કા શાયર હું..” ગીત સાથે વિડીયો શેર કર્યો હતો.જો કે યુ.એ.ઇ.ખાતે યોજાનાર આઇ. પીએલ.ટી 20 સ્પર્ધામાં ચેન્નાઈની ટીમ નું એ નેતૃત્વ કરશે તેવું જાણવા મળે છે.ધોનીની નિવૃત્તિ સાથે જ ભારતીય ક્રિકેટના એક ઝળહળતા યુગનો અંત આવ્યો છે.ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન ક્રિકેટરોની યાદીમાં ધોનીનું નામ હમેંશા સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે.
રાંચીમાં જનમેલા ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લા દેશ સામે વન ડે ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને ત્યાર બાદ સતત 16 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમનો આધારસ્તંભ બની રહ્યો હતો.
આ અગાઉ ડિસેમ્બર 2014માં ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી હતી.
ધોની તેનો છેલ્લો વન ડે મેચ જુલાઈ 2019માં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો.એ સેમિફાઇનલ મેચમાં કટોકટીના તબક્કે હાંફ સેન્ચુરી ફટકારી તેણે ભારતના કમબેકની સંભાવનાઓ સર્જી હતી.પણ કમભાગ્યે તે રન આઉટ થતાં ભારત એ મેચ હારી ગયું હતું. ધોનીની ઇન્ડિયન ટેરીટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.2019માં છેલ્લો મેચ રમ્યા બાદ તેણે શ્રીનગર જઈ આર્મીના ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો.
કેપ્ટન તરીકે આ અનોખો વિક્રમ
ધોનીએ ક્રિકેટના તમામ ફોરમેટમાં કેપટન તરીકે ભારતને વિજય અપાવી વિક્રમ સર્જ્યો હતો.તેની કપ્તાની હેઠળ ભારતે 2007 આઇ.સી.સી.વર્લ્ડ ટી.20,2010 અને 2016માં એશિયા કપ,2011માં આઇ. સી.સી.વર્લ્ડ કપ અને 2013માં એ.સી.સી.ચેમ્પિયનસ ટ્રોફીમાં વિજય મેળવ્યો હતો.
કપ્તાન તરીકેની કારકિર્દી
ધોનીએ કેપ્તન તરીકે વન ડે ફોરમેટમાં 199 ટેસ્ટમાંથી110 મેચમાં,ટેસ્ટ ફોરમેટમાં 90 માંથી 27 મેચમાં અને ટી.20 ફોરમેટમાં 72માંથી 41 મેચમાં ભારતને વિજય અપાવ્યો હતો.2010 માં તેને કેપ્તન ઓફ ધ યર નો એવોર્ડ અપાયો હતો.
કારકિર્દી આંકડામાં
360 વન ડે
કુલ રન 10773
એવરેજ 50.57
90 ટેસ્ટ
રન 4876
એવરેજ 38
98 ટી.20
રન 1607
એવરેજ 37.6
બધા ફોરમેટમાં મળી ધોનીએ વિકેટ પાછળ કુલ 981 શિકાર કર્યા હતા.
સાહસિક નિર્ણયો
ધોની એક સાહસિક સ્ટ્રેટેજીસ્ટ તરીકે અને ગણતરીપૂર્વકના જોખમો ઉઠાવવા માટે પ્રખ્યાત હતો.2007ના ટી.20 ફાઇનલ મેચમાં તેણે છેલ્લી ઓવર જોગિંદ્રસિંઘને ઓવર આપી ત્યારે બધા આશચર્યચકિત બની ગયા હતા.એ જ રીતે 2011 વર્લ્ડ કપમાં યુવરાજસિંઘ કરતાં આગળના ક્રમમાં બેટિંગમાં આવી તેણે બધાને અચંબિત કરી દીધા હતા.જો કે બન્ને વખતે તેની આ રણનીતિ સફળ થઈ હતી.