ડેટા ચોરીનું સરેરાશ મૂલ્ય 2023માં 2.18 મિલિયન ડોલર: 2020ની તુલનામાં 28 ટકા વધુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
ભારતમાં ડેટાચોરીના કેસ ઝડપથી વધી રહ્યા છે. ફીશીંગ અને હેકીંગથી હેકર્સ બેન્ક એકાઉન્ટને નિશાન બનાવીને લોકોના પૈસા લૂંટી રહ્યા છે. આ કારણે ડેટા બ્રીચનો સરેરાશ ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.
- Advertisement -
આરબીઆઈના 2023-24નો સોમવારે જાહેર કરન્સી અને ફાયનાન્સ રિપોર્ટ અનુસાર ડેટા બ્રીચનો સરેરાશ ખર્ચ 2023માં 2.18 મિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. તે 2020ની તુલનામાં 28 ટકા વધુ છે.
રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી સામાન્ય હુમલા ફિશીંગના છે. જે 22 ટકા અને ચોરી કે સમજૂતી કરાયેલ ક્રેડેશિયલ્સ 16 ટકા છે. જોકે રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ભારતનો સરેરાશ ડેટા બ્રીચનો ખર્ચ હજુ પણ ગ્લોબલ સરેરાશથી ઓછો છે. રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ગત વર્ષે ડેટા ચોરીનો સરેરાશ ખર્ચ 4.45 મિલિયન ડોલર રહ્યો હતો. આ છેલ્લા 3 વર્ષમાં 15 ટકા વધુ છે.
રિઝર્વ બેંકનું માનવું છે કે, દુનિયાભરમાં સાઈબર ક્રાઈમ વર્ષ 2028 સુધી 13.82 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ જશે. આ પરિસ્થિતિમાં મોટા ભાગની કેન્દ્રીય બેંકોએ 2020થી પોતાના સાઈબર સુરક્ષા રોકાણ બજેટમાં 5 ટકાનો વધારો કર્યો છે.
- Advertisement -
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશે ડીઝીટલ પેમેન્ટમાં તેજી લાવીને માત્ર ફિનટેકને જ નથી અપનાવ્યું બલકે બાયોમેટ્રીક ઓળખ, યુપીઆઈ, મોબાઈલ સંપર્ક, ડીઝીટલ લોકર અને સહમતીથી ડેટા શેર કરવાથી ઈન્ડીયા સ્ટેકનો આધાર પણ તૈયાર કર્યો છે.
ડિજિટલ ઈકોનોમી જીડીપીનો પાંચમો ભાગ બનવા તરફ
ભારતની ડીઝીટલ ઈકોનોમી વર્ષ 2026 સુધીમાં દેશની જીડીપીનો પાંચમો ભાગ (20 ટકા) બનવા તરફ છે. હાલ તેની ભાગીદારી 10 ટકા છે. ભારત દુનિયામાં સૌથી વધુ મોબાઈલ વપરાશ વાળા દેશોમાંનો એક છે. યુપીઆઈએ ક્રાંતિ લાવવાનું કામ કયુર્ં છે. તેનાથી લેવડ દેવડ તેજ અને સુવિધાજનક બની છે.