લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીની સૈન્ય વચ્ચે ફરીથી તણાવ વધતા નિર્ણય

સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા નિવેદનના અનુસાર 29-30 ઓગસ્ટની રાત્રે, ચીની સેનાએ પૂર્વી લદ્દાખ (ladakh)ના પેંગોંગ તળાવ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. અગાઉની બેઠકોમાં, બંને દેશોની સૈન્ય વચ્ચેની મીટિંગ્સમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો તે વાયદાઓને તોડવાનું કામ ચીની સૈનાએ કર્યું છે.

વિગત મુજબ ચીને (chaina) ફરી એકવાર લદાખની સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જોકે ચીની આર્મી પી.એલ.એ. ના આ પ્રયાસને ભારતીય (Indian) સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે, પરંતુ આ સમયે સ્થિતિ ફરીથી તંગ બની ગઈ છે. આ ઘટના બાદ શ્રીનગર-લેહ હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઇવેનો ઉપયોગ ફક્ત સેનાના વાહનો માટે જ થશે. લદાખ બોર્ડર પર હંગામો મચાવ્યા બાદ સોમવારે સવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પેંગોંગ તળાવની આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને પણ સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.
આવી સ્થિતિમાં લદાખ બોર્ડર પર હવે એલર્ટ વધારી દેવામાં આવી છે. જોકે, બ્રિગેડ કમાન્ડર લેવલ પર બંને દેશો વચ્ચે વાતચીત થઈ રહી છે. જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોની ગતિવિધિેને રોકી દીધી છે. પ્રેસ ઈન્ફોર્મેશન મુજબ સેનાએ ચીનને આગળ વધવા દીધી નથી. ભારતે આ વિસ્તારમાં તેની મજબૂતી ખૂબજ ઝડપથી વધારી દીધી છે. આ ઝપાઝપી છતાં ચૂશૂલમાં બ્રિગેડ કમાંન્ડર લેવલની ફ્લેગ મિટિંગ ચાલી રહી છે