થોડા દિવસો પહેલા આસામ અને મેઘાલયની સીમા પર થયેલી હિંસાના કેસમાં આજે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરશે. તેઓ આ હિંસાની તપાસ સીબીઆઇ કે એનઆઇએને સોંપવાની માંગણી કરશે. ઉલ્લેખનીય છે કે, આ હિંસામાં મેઘાલયના પાંચ લોકોની મૃત્યુ થઇ ગઇ હતી. આ લોકોની મૃત્યુ આસામ પોલીસના ફાયરિંગના કારણે થઇ હતી. ત્યાર પછી મેઘાયલયમાં આ ઘટનાને લઇને પરિસ્થિતિ વણસી ગઇ હતી.

જો કે મેઘાયલના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેજા હેઠળ મંત્રીઓનું એક પ્રતિનિધિમંડળ આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. મંત્રીમંડળ આસામની સીમા પર થયેલી હિંસાની તપાસ સીબીઆઇ કે એનઆઇએને સોંપવાની માંગણી કરશે. પ્રતિનિધિમંડળ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સાથે પણ મુલાકાત કરી શકે છે. આ હિંસા પછી મેઘાલયના સીએમએ પહેલા જ કહી દીધું કે, કેન્દ્રની સ્વીકૃતિ પછી આ કેસની તપાસ એજન્સી પાસે કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આસામ-મેઘાલયની સીમા પર પોલીસ દ્વારા મંગળવારના ગેરકાનુની લાકડું લઇને જઇ રહેલા એક ટ્ર્કને રોક્યા પછી ભડકેલી હિંસામાં એક વન રક્ષક અધિકારી સહિત 6 લોકોની મૃત્યુ થઇ ગઇ। આ કેસ પર કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ માટે મુખ્યમંત્રી ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે.

આસામના મુખ્યમંત્રી સંગમાએ આ વિશે કહ્યું કે, એ કેસમાં એક પ્રાથમિક કેસ દાખલ કર્યો છે અને ઘટનાની તપાસ માટે ડીઆઇજીની હેઠળ એક વિશેષ તપાસ દળ નિમવામાં આવ્યું છે. કેન્દ્રની સ્વીકૃતિ પછી તપાસ કોઇ કેન્દ્રિય એજન્સીને સોંપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આસામ અને મેઘાલયની સીમા વિવાદ 50 વર્ષથી જુનો છે. બંન્ને રાજ્ય એક બીજાથી લગભગ 885 કિલોમીટર લાંબી સીમાથી સંકળાયેલા છે. વર્ષ 1970 પહેલા મેઘાલય, આસામનો જ એક ભાગ હતું. ભાગલાના સમયથી આજ સુધી સીમા વિવાદ ચાલુ છે. કેટલાય વિસ્તારોમાં બંન્ને રાજ્યોની વચ્ચે સમજુતી બનેલી છે. આ બધા પ્રયત્નોના કારણે કેટલીય વાર હિંસક ઘટનાઓ બની છે. જો કે આસામ સરકારનું માનવું છે કે આ ઘટના સીમા વિવાદથી જોડાયેલી નથી.