– જહાજની સાથે 24 કન્ટેનર સમુદ્રમાં ગરકાવ

તુર્કીનાં ઈસ્કેડરમ બંદર ઉપર માલવાહક જહાજ અને બોડિંગ થઈ રહ્યુ હતું ત્યારે અચાનક દરીયામાં ગરકાવ થયું હતું. સદ્ભાગ્યે જહાજમાં રહેલા તમામ કર્મચારીઓ કેપ્ટનનો બચાવ થયો હતો. ડુબતા જહાજનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયાં છે.

તુર્કીના મેસિંન થી ઈસ્કેડરમ બંદર પર આવેલા જહાંજમાંથી કન્ટેનર ઉતારતી વખતે અચાનક જહાજ પલ્ટી જતા ભયજનક આચરત ગુંજી ઉઠતા કેપ્ટન અને તમામ કર્મચારીઓ બહાર નીકળી જતા બચાવ થયો હતો.

જહાજ સાથે 24 કન્ટેનર દરીયામાં ગરકાળ થતાં જહાજ કન્ટેનરને બહાર કાઢવામાં શોધખોળ ચાલી રહી છે.આ દુર્ઘટના અંગે તુર્કી પોર્ટ સત્તાધીશોએ તપાસમાં આદેશ કર્યા છે.