માથાભારે શખ્સને કાયદાનું ભાન કરાવી પોલીસે માફી મંગાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ભક્તિનાગર સર્કલ પાસે બે દિવસ પૂર્વે મોડી રાત્રે હોટલ અને પાનની દુકાને સોડા બોટલના ઘા કરી આતંક મચાવનાર માથાભારે શખ્સનો વિડીયો વાયરલ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવી માફી મંગાવી હતી.
- Advertisement -
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ શક્તિ હોટલમાં ગઈકાલે રાત્રીના સમયે એક યુવક આવી આતંક મચાવી તોડફોડ કરી દુકાનદારને ગાળો ભાંડી સોળા બોટલના ઘા કરી આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી અને તે ઓડિયો સાથેના ફૂટેજ સોશિયલમાં વાઇરલ થવા પામ્યા હતા.
વિડીયો વાઇરલ થતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને આતંક મચાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી ભક્તિનગર પોલીસ ટીમે તપાસ કરતા આ શખ્સ નવી ઘાંચીવાડમાં રહેતો અક્રમ દાઉદાણી હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે તેની શોધખોળ હાથ ધરી ગણતરીની કલાકમાં આરોપી અક્રમ દાઉદાણીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી તેની પાસે માફી મંગાવી હતી.