સદનસીબે કોઈ જાનહાનિ નહીં
જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા એક દિવસથી વરસાદનું જોર વધ્યું છે જેમાં શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા શહેરના અનેક વિસ્તારો જળ મગ્ન બન્યા છે.અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લીધે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.તો બીજી તરફ શહેરમાં અનેક જર્જરિત ઇમાતારો જોવા મળે છે.મનપા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ આપીને સંતોષ માની લે છે.ગત ચોમાસામાં પણ કે જર્જરિત ઇમારત ધરાશાય થતા ચાર વ્યક્તિને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.
- Advertisement -
આજે શહેરના મજેવડી દરવાજા પાસે આવેલ એક જર્જરિત જૂની ઇમારત ભારે વરસાદના લીધે ધરાશાય થઇ હતી અને જૂની ઇમારતનો ઈમલો રસ્તા પર પડી ગયો હતો જોકે આ જૂની ઇમારત હોવાના લીધે પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જોકે ઇમારત ધરાશાય થતા સદનસીબે કોઈ જાનહાની થઇ નથી ત્યારે શહેરમાં હજુ અનેક એવી જુનવાણી ઇમારતો હજુ ઉભી છે.જેને મનપા નોટિસ આપીને સંતોષ માની લે છે.પણ ખરેખર આવી ઇમારતો ઝડપથી ઉતારી લેવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને નહિ.