દુનિયામાં એવું પહેલી વાર બન્યું કે, કોઇ દર્દીની કોશિકા લઇને તેના માટે નવો થ્રીડી પ્રિન્ટેડ શરીરનું અંગ બનાવવામાં આવ્યું હોય. અમેરિકામાં એક કંપની છએ, જેનુ નામ 3ડીબાયો થેરાપ્યૂટિક્સ છે. જેના વૈજ્ઞાનિકોએ 20 વર્ષની મહિલાની કોશિકાઓ લઇને નવો 3ડી પ્રિન્ટેડ કાન બનાવવામાં આવ્યો. જેને ટ્રાન્સપ્લાન્ટની ઘોષણા 2 જૂન, 2022 એટલે કાલે થઇ.
કાર્નેગી મેલનમાં બાયોમેડિકલ ઇંન્જિનિયર રિસર્ટર એડમ ફીનબર્ગએ કહ્યું કે, આ એક મોટું કાર્ય છે. એડમ આ પ્રોજેકટમાં સમાવેશ નથી, પરંતુ તેઓ આ કામના એક્સપર્ટ છે. એડમએ કહ્યું કે, હવે આ ટેકનિક આશંકાઓ પર નહીં, પરંતુ સચોટ રીતે માનવીય શરીરમાં ઉપયોગી બનશે.
- Advertisement -
જન્મથી જ નાનો અને નિષ્ક્રિય કાન હતો
જે મહિલાને તેમની કોશિકાથી બનાવવામાં આવેલો 3ડી પ્રિન્ટેડ કાન બનાવવામાં આવ્યો, તેનો ડાબો કાન જન્મથી જ નાનો અને નિષ્ક્રિય હતો. એને આવું એક દુર્લભ કોજેનિટલ બિમારી માઇક્રોશિયાના કારણે થયું હતુ. આ ક્લીનીકલ ટ્રાયલ આ વર્ષના શરૂઆતમાં કરવામાં આવ્યું હતુ. ત્યાર પછી તેને આ કાન લગાવવામાં આવ્યો. આ કાન સતત વિકાસ કરી રહ્યો છે. તેના ટિશ્યૂ સાચા આકારમાં વધી રહ્યા છે.
શરીરમાંથી અડધો કિલો કોશિકા લેવામાં આવી હતી
એડમએ વિગતે જણાવ્યું કે, પહેલીવાર એવું બન્યું છે કે, જીવિત કોશિકા અને ઉતકોથી બનાવવામાં આવેલો 3ડી પ્રિન્ટેડ ઇમ્પાલન્ટસ કોઇપણ જીવિત વ્યક્તિના શરીરમાં લગાવવામાં આવ્યો હયો. એ પણ આટલી સફળતાપૂર્વક લગાવ્યો. આ કાનને બનાવનાર કંપનીએ કહ્યું કે, તેમણે મહિલાના શરીરમાંથી અડધો કિલો કોશિકા લેવામાં આવી હતી. ત્યાર પછી તેમણે લેબમાં વિકસિત કરવામાં આવી હતી. ત્યાર પછી બાયો ઇન્ક નામના 3ડી પ્રિન્ટર કાનને કોશિકા અને કોલૈજનની સાથે વિકસિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
કાન વગરના લોકો માટે ચમત્કાર
3ડી બાયો થેરાપ્યૂટિક્સના સીઇઓ ડૈનિયર કોહેનએ NYTને જણાવ્યું કે, અમે દર્દીની બાયોપ્સી કરી. ત્યારપછી અમે તેને જીવિત થ્રીડી પ્રિન્ટેડ કાન બનાવવામાં સફળતા મળી. આ સર્જરી કરનાર સર્જન અરતુરો બોનિલાએ જણાવ્યું કે, મેં હજારો બાળકોની માઇક્રોશિયાને સાજી કરી છે. પરંતુ પહેલીવાર આવી ટેકનિક જોય છે. જયારે મને આ સર્જરી કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે હું તરત જ તૈયાર થઇ ગયો. આ ટેકનીકથી માઇક્રોશિયાથી પીડિત દર્દી અને તેમના પરિવારને ઘણી રાહત મળશે.