ભારતના ધાર્મિક પ્રવાસના મહત્વને વધારવા માટે IRCTCએ આજથી રામાયણ એક્સપ્રેસને ફરીથી શરૂ કરી છે. જેમાં ભારત ગૌરવ પ્રોજક્ટ હેઠળ ચલાવવામાં આવશે તેજ આ યાત્રા કુલ 18 દિવસની રહેશે. આવું ઇતિહાસમાં પહેલી વાર બનશે કે કોઇ ટ્રેન ભારત થઇને નેપાળ સુધી જશે. આ ટ્રેનમાં તમે ભગવાન રામથી જોડાયેલા તીર્થસ્થળોના દર્શન કરાવશે. જેના પેકેજની કિંમત 62,320 રૂપિયાથી વધારે રહેશે અને આ ટ્રેનથી દિલ્હીથી રવાના થશે. આ ટ્રેનમાં પ્રવાસ કરનાર યાત્રીકોને ભાડું ચુકવવા માટે હપ્તાની સુવિધા પણ મળશે, જે ફક્ત ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સુવિધા પર મળશે.
યાત્રાનું ભાડું
આ યાત્રા ભારતના 8,000 કિલોમીટર સુધીના વિસ્તારને કવર કરશે, જેમાં દેશના 8 રાજયો જેવા કે, યૂપી, બિહાર, મધઅય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સાથે નેપાળ પણ જશે.
- Advertisement -
– આ ટ્રેનમાં લગભગ 600 યાત્રી 3rd એસી બર્થમાં પ્રવાસ કરશે, તેના સિવાય સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે.
– IRCTCના ટૂર મેનેજર હંમેશા ટ્રેનની અંદર હાજર રહેશે. પ્રત્યેક કોચ માટે CCTV કેમેરા હશે અને સુરક્ષા ગાર્ડ પણ હાજર રહેશે.
– કેવળ સ્વાદિષ્ટ શાકાહારી ભોજનની ખાસ વ્યવસ્થા હશે. બધા ખાસ જગ્યાઓ પર ફરવા માટે બસોની સુવિધા અને રાત વિતાવવા માટે હોટલ રૂમની વ્યવસ્થા હતી.
– બધી સુવિધાઓની સાથે પ્રત્યેક વ્યક્તિ પેકેજની કિંમત 62,320 રૂપિયા રાખી છે. જ્યારે, 5થી 11 બાળકોની ટિકિટના 56,700 રૂપિયા છે.
ભગવાન રામથી જોડાયેલા સ્થળોના કરાવશે દર્શન
રામાયણ એક્સપ્રેસના માધ્યમથી ભક્તોને દેશના 8 રાજયોમાં હાજર તીર્થ સ્થળોના દર્શન કરાવશે. આ યાત્રાની શરૂઆત દિલ્હી સફરદરજંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆતનું પહેલું ધાર્મિક સ્થળ રામ જન્મસ્થળ અયોધ્યા હશે. ત્યાર પછી બિહારના બક્સર, અને સીતામઢી જશે. જ્યાંથી બસમાં પ્રવાસીઓ નેપાળના જનકપુર જશે. ત્યાર પછી ફરીછી સીતામઢીથી ટ્રેન વારાણસી, પ્રયાગરાજ, શ્રીંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી, રામેશવરમ, કાંચીપુરમ, અને ભદ્રાચલમ(દક્ષિણનું અયોધ્યા)જશે.
આ મંદિરો અને ધાર્મિક સ્થળોના દર્શન કરાવશે
અયોધ્યા- અહિંયા ભક્તોને રામ જન્ભૂમિ મંદિર, હનુમાન ગઢી, સરયૂ ઘાટના દર્શન કરવા મળશે.
નંદીગ્રામ- અહિંયા ભક્તો ભારત-હનુમાન મંદિર અને ભરત કુણ્ડી જશે.
જનકપુર- જ્યાં ભક્તો રામ-જાનકી મંદિરના દર્શન કરશે.
સીતામઢી- સીતામઢી અને પુનૌરા ધામમાં જાનકી મંદિર
વારાણસી- આ ભક્તોને તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર અને વિશ્વનાથ મંદિરના દર્શન કરવા મળશે.
સીતામઢી- જ્યાં સીતા માતા મંદિરના દર્શન થશે.
પ્રયાગરાજ- ભારદ્વાજ આશ્રમ, ગંગા-યમુના સંગમ, હનુમાન મંદિરના દર્શન
શ્રૃંગવેરપુર- શ્રૃંગ ઋષિ સમાધિ અને શાંતા દેવી મંદિર, રમા ચૌરા
ચિત્રકુટ- ગુપ્ત ગોદાવરી, રામઘાટ, ભરતમિલાપ મંદિર, સતી અનુસુઇયા મંદિર
નાસિક- ત્રયંબકેશ્વર મંદિર, પંચવટી, સીતા ગુફા, કાલારામ મંદિર
હમ્પી- અંજનાદ્રી હિલ, ઋષિમુખ દ્વીપ, સુગ્રીવ ગુફા, ચિંતામણી મંદિર, માલ્યવંત રઘુનાથ મંદિર
રામેશ્વરમ- શિવ મંદિર અને ધનુષકોડીના દર્શન કરશે ભક્તો.