ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્ર્નો કાયમી ઉકેલો, ચાલું વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા સહિતની અન્ય માંગને ઉકેલવા સરકારને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચાલુ વર્ષે રાજ્યમાં અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પહેલા 18થી 22 જુલાઈ અને ત્યારબાદ 22થી 30 ઓગસ્ટ વચ્ચે જે અતિવૃષ્ટિ થઈ ને ત્યાર બાદ 12, 13, 14, 15 ઓકટોબરના રોજ કમોસમી વરસાદ થયો તેના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. આ કુરદતી આપત્તિની સામે રાજય કે કેન્દ્ર સરકાર દ્વારા એક પણ એવી યોજના અત્યારે અમલમાં નથી કે ખેડૂતોને કુદરતી આપત્તિઓમાં પાક નુકસાની થાય તો તેની સામે રક્ષણ મળી શકે, માત્ર રાજ્ સરકારની રહેમ, દયા પર જ ખેડૂતોએ આધાર રાખવો પડે છે.
આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ તેનું અરધુપરધું સર્વે સરકાર દ્વારા કરવામાં આવ્યું. ખેડૂતોની મજાક સમાન 350 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ હજુ સુધી એક રાતી પાઈ પણ આપવામાં આવી નથી એમ જ ઓગસ્ટ મહિનામાં જે ત્રણ ચાર મોસમનો વરસાદ એક સાથે પડી ગયો પરંતુ ઓગસ્ટ મહિનાનું તો હજુ સુધી સર્વે પણ કરવામાં આવ્યું નથી જ્યારે અત્યારે ઓકટોબરમાં થયેલ કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે તો સરકાર કુંભકર્ણ નિંદ્રાધીન છે ત્યારે અને માગોને પૂરી કરવા સંયુક્ત કિસાન મોરચો ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્ર્નનો કાયમી ઉકેલ લાવવા માટે, ભાદર-ઉબેણ-ઓઝતમાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ કચરાથી કાયમી મુક્તિ માટે, ઘેડ વિસ્તાર માટે ખાસ ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ માટે, ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માગ માટે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવાની માગ માટે, ઈકો સેન્સિટીવ ઝોન સંપૂણપણે રદ કરવાની માંગ સહિતના અનેક પ્રશ્ર્નોનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
ઉપરોક્ત તમામ મુદ્દે આગામી 25 ઓક્ટોબર શુક્રવારે સવારે 9 વાગ્યે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામ વેરાવળીધામ ખાતે સંયુક્ત કિસાન મોરચો -ગુજરાત અને ઘેડ વિકાસ સમિતિ દ્વારા એક મોટી ખેડૂત મહાપંચાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેડૂત મહાપંચાયતમાં રાષ્ટ્રીય સંયુક્ચ મોરચાના ક્ધવીનર યોગેન્દ્ર યાદવ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુસ્તીમાં જેણે દેશને ખૂબ પ્રસિદ્ધિ અપાવી છે તેવા કુસ્તીના આંતરરાષ્ટ્રીય ખેલાડી બજરંગ પુનિયા ઉપરાંત ગુજરાતના તમામ ખેડૂત સંગઠનના આગેવાનો, તમામ પક્ષોના રાજકીય આગેવાનો અને ઘેડ વિસ્તાર ઉપરાંત ઈકો સેન્સેટિવ ઝોન વિસ્તારના ખેડૂતો, સૌરાષ્ટ્રભરમાં જમીન ધોવાણથી પીડિત ખેડૂતો, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે.