Spread the love

પાકિસ્તાનના લાહોર શહેરમાં આજે બપોરે જોરદાર બૉમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે 20 લોકો ગંભીર પણે ઘાયલ થયા છે.

પાકિસ્તાનના લાહોર શહેરમાં એક પછી એક ચાર જોરદાર વિસ્ફોટ થયા, જેમાં પાંચ લોકોના મોત થયા. આ બ્લાસ્ટમાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ વિસ્ફોટ શહેરના લાહોરી ગેટ, અનારકલી બજાર પાસે થયો હતો.

આ બૉમ્બ બ્લાસ્ટ અંગે લાહોર પોલીસે વધુ નહોતી આપતા જણાવ્યું કે, આ બૉમ્બ બ્લાસ્ટ પૂર્વનિયોજિત હતો. મોટરસાયકલમાં બૉમ્બ કરીને આ બ્લાસ્ટ કરાયો હતો. ઇજાગ્રસ્તોને મેયો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

લાહોર પોલીસ તંત્રે વધુ માહિતી મેળવવા માટે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી છે. બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ઘટના સ્થળની વધુ તપાસ કરવામાં આવી રહી છે.


Spread the love