કરતારપુર સાહિબમાં મોડેલના ફોટોશૂટ સામે ભારતે વાંધો ઉઠાવ્યો

0
110
Spread the love

પાક. રાજદૂતને હાજર થવા ફરમાન 

કરતારપુર સાહિબમાં એક પાકિસ્તાની મોડેલે કપડાના બ્રાન્ડનું ફોટો શૂટિંગ કરાવ્યુ તેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે.  આ મામલામાં ભારત સરકાર તરફથી પાકિસ્તાનના રાજદૂતને હાજર થવા ફરમાન કરાયું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના રાજદૂતને જણાવ્યું છે કે આ નિંદનીય ઘટનાએ સમગ્ર વિશ્વમાં શીખ સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતી સમાજોના ધાર્મિક પૂજાસ્થળોનું અપમાન અને અનાદરની સતત થતી ઘટના આ સમાજોની આસ્થાના પ્રત્યે તેનું સન્માન કેટલું છે તે દર્શાવે છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો.
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here