એકબીજાથી છૂટા પડવાની વાતો વચ્ચે પ્રિયંકા ચોપરાના ડ્રેસને પતિ નિક જોનસ સરખો કરતો દેખાયો

0
172
Spread the love

છેલ્લા કેટલાક દિવલથી અંગત જીવનને લઈને ચર્ચામાં રહેલી પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જોનસ સાથે એક અવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી.

ત્યાં કંઈક એવું જોવા મળ્યું, જે બાદ ફેન્સ કપલ પર ખૂબ પ્રેમ વરસાવી રહૃાા છે. પ્રિયંકા હાલમાં જ નિક જોનસ સાથે બ્રિટિશ ફેશન અવોડર્સ 2021માં પહોંચી હતી. બંનેએ રેડ કાર્પેટ પર ખૂબ રોમેન્ટિક પોઝ આપ્યા હતા. બ્રિટિશ ફેશન અવોડર્સ 2021માં બ્લેક કલરનો સૂટ પહેરીને પહોંચ્યો હતો, જેમાં તે હેન્ડસમ લાગી રહૃાો હતો. જ્યારે પ્રિયંકા ચોપરાએ પ્રિન્ટેડ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી અને વાળને બાંધી રાખ્યા હતા. આ લૂકમાં તે ગોર્જિયસ લાગતી હતી.

જો કે, રેડ કાર્પેટ પર લાંબા ડ્રેસના કારણે તેને થોડી તકલીફ પડી હતી. તેનો ડ્રેસ રેડ કાર્પેટ પર ફસાઈ ગયો હતો. નિકનું ધ્યાન જતાં તે તરત જ સરખું કરવા લાગ્યો હતો. નિક જોનસ અને પ્રિયંકા ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. વીડિયો જોઈને ફેન્સ નિક જોનસના વખાણ કરી રહૃાા છે અને તેને જેન્ટલમેન ગણાવી રહૃાા છે. નિક જોનસે થોડા સમય પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જોનસ અટક હટાવી દીધી હતી. જે પરથી તે અને નિક અલગ થવાના હોવાની અટકળો શરૂ થઈ હતી. જો કે, આ અંગે પ્રતિક્રિયા આપતા એક્ટ્રેસના મમ્મી મધુ ચોપરાએ ખબરોને અફવા અને જુઠ્ઠી ગણાવીને ફગાવી દીધી હતી.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..

WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ’જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’ને લઈને પણ ચર્ચામાં આવી હતી. શોમાં પ્રિયંકા પતિ નિકને રોસ્ટ કરતી જોવા મળી હતી. આ શોમાં પ્રિયંકાએ આ શોમાં પતિની મજાક ઉડાવવાની સાથે-સાથે ફેમિલી પ્લાનિંગ વિશે પણ એવો જોક કહૃાો હતો કે, નિક ચોંકી ગયો હતો. પ્રિયંકા ચોપરાએ કહૃાું હતું કે, નિકના બંને મોટાભાઈઓને બાળકો છે, કેવિન જોનસને બે દીકરીઓ છે જ્યારે જોને પણ દીકરી છે. તેણે તેમ પણ કહૃાું હતું કે, તેઓ એક માત્ર એવું કપલ છે જેમને બાળકો નથી. ’અમે એક માત્ર એવુ કપલ છીએ જેમને બાળકો નથી. તેથી જ આ જાહેરાત કરવા માટે હું ઉત્સાહિત છું. હું અને નિક પ્લાનિંગ કરી રહૃાા છીએ કે આટલું કહીને થોડીવાર થોભી થઈ પ્રિયંકાએ ઉમેર્યું હતું કે ’આજે રાતે દારૂ પીશું અને કાલે ઊંઘીશું’. પ્રિયંકાની આ મજાકથી દર્શકો હસવા લાગ્યા હતા પરંતુ નિક એક ક્ષણ માટે ચોંકી ગયો હતો.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો

FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage 


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here