જી.ડી. અજમેરા એજન્સીનાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ

0
100
Spread the love

અજમેરા એજન્સી વિરૂદ્ધ ‘ખાસ-ખબર’ પાસે છે ખાસ પુરાવા

‘ખાસ-ખબર’ આવતા અંકમાં જી.ડી. અજમેરા એજન્સી, ધિરેન અજમેરા અને ગૌરવ અજમેરાનો વરવો ચહેરો સામે લાવશે : કોર્પોરેશનનાં અધિકારી-પદાધિકારીઓએ સાથે મળી અજમેરા એજન્સીએ કરેલાં કરોડોનાં કૌભાંડોનાં પુરાવા તેમજ ઑડિયો ક્લિપનો થશે ભાંડાફોડ

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-6

‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સી દ્વારા 400 જેટલા કર્મચારીઓની PF, GST, CGST, ESICની રકમમાં 15 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યા બાદ વધુ એક 5 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાએ કોવિડ-19માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 120 આયુષ ડોક્ટરોની ભરતી વખતે તેમને રૂ. 30 હજાર વેતન મળશે એવો કરાર કર્યો હતો પરંતુ ભરતી કરાયેલા આયુષ ડોક્ટરોને બેથી ત્રણ મહિના બાદ રૂ. 25 હજાર જ વેતન ચૂકવવામાં આવ્યું હતું. કરાર આધારિત કુલ 120 આયુષ ડોક્ટરો પૈકી એક આયુષ ડોક્ટર દીઠ અંદાજે રૂ. 5 હજાર તફડાવી 5 કરોડ રૂપિયાનું કૌભાંડ અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા અને આરએમસીના વિપુલ ઘોણીયાએ કર્યું છે.

ગૌરવ અજમેરાએ 120 આયુષ ડૉક્ટરોનાં આશરે 5 કરોડ રૂપિયાનો પગાર ચાઉં કર્યો. 

ગૌરવ અને વિપુલે આયુષ ડૉક્ટરોનાં 30,000 રૂપિયાનાં વેતનને બદલે 25,000 જ ચૂકવ્યા

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણીયાએ કોરોનાકાળમાં હંગામી ધોરણે આયુષ ડોક્ટરોની ભરતી કરી હતી. જેનો માસિક પગાર 30000 રૂપિયા નિયત કરવામાં આવ્યો છે પરંતુ પાછળથી ગૌરવ -વિપુલે સાથે મળી આ આયુષ ડોક્ટરોને માસિક રૂ. 25000 જ ચૂકવ્યા હતા જ્યારે બાકીની રકમ પોતાના ખિસ્સામાં ભરી લીધી હતી. આમ આ કૌભાંડીઓ જો દર મહિને એક આયુષ ડોક્ટરના વેતન દીઠ આશરે રૂ. 5000 ચાઉં કરી ચૂક્યા હોય તો ફક્ત 12 મહિનાનો હિસાબ માંડીએ તો ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણીયાએ આશરે 5 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.
જી.ડી. અજેમરા એજન્સીના ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણીયાના 120 આયુષ ડોક્ટરો દીઠ પાંચ-પાંચ હજાર રૂપિયા ખાઈ જવાના કૌભાંડો વિરુદ્ધમાં ભૂતકાળમાં જાગૃત નાગરિકો અને આયુષ ડોક્ટરોએ જ વિરોધ નોંધાવી મેયરથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિતમાં અરજી અને ફરિયાદ કરી હતી આમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી તો દૂર વાત છે પરંતુ સરકાર-તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા અજમેરા એજન્સીના ગૌરવ અજમેરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહેકમ વિભાગના વિપુલ ઘોણીયા પર તપાસના આદેશ પણ કરાયા ન હતા.

કૌભાંડો આચરવામાં અને કર્મચારીઓનું શોષણ કરવામાં અજમેરા એજન્સી અવ્વલ
ખાસ-ખબરમાં તબક્કાવાર પ્રસિદ્ધ થયેલા જી.ડી. અજમેરા એજન્સી દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડો એક પછી એક ઉઘાડા પડી રહ્યા છે. અજમેરા એજન્સીના આ કૌભાંડોનો પર્દાફાશ કર્યા બાદ ખાસ-ખબરને મળતી વિગતો મુજબ એવું જણાય રહ્યું છે કે, અજમેરા એજન્સી કૌભાંડો આચરવામાં અને કરાર આધારિત કર્મચારીઓનું શોષણ કરવામાં અવ્વલ છે. જો કોઈ જાગૃત નાગરિક અજમેરા એજન્સીના કૌભાંડો સામે અવાજ ઉઠાવે છે તો તેમને ધાકધમકી આપવામાં આવે છે આ ઉપરાંત જો અજમેરા એજન્સીમાં કામ કરતા કોઈ કરાર આધારિત કર્મચારીઓ પોતાને થતા શોષણ વિરુદ્ધ ન્યાયની માંગણી કરે છે તો તેને કામ પરથી છૂટા કરી આપવામાં આવે છે તેમજ ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને અજમેરા એજન્સીએ કલંકિત અને બદનામ કરી મૂકી છે. અજમેરા એજન્સી કરોડો રૂપિયાના કૌભાંડો આચરતી હોવાની અને કર્મચારીઓનું શોષણ કરતી હોવાની વિગત બહાર આવ્યા બાદ હવે કોઈ વ્યક્તિ અહીં કરાર આધારિત કર્મચારી તરીકે જોડાવવા રાજી નથી.

અજમેરા એજન્સી સામે મેયરથી લઈ મુખ્યમંત્રી સુધીનાં અધિકારી-પદાધિકારીઓ વામણા 
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેનપાવરનો કોન્ટ્રાક્ટ ધરાવતી જી.ડી. અજમેરા એજન્સીએ કોરોનાકાળમાં મેડિકલ ઓફિસરોની હંગામી ધોરણે ભરતી કરી હતી. જીવનાં જોખમે માનવસેવાનું ઉત્તમ કાર્ય કરતા આ મેડિકલ ઓફિસરોને નિયત કરેલું વેતન ચૂકવવામાં ન આવતા હંગામી ધોરણે મેડિકલ ઓફિસરનું કામ કરતા ડોક્ટરોએ નિયત વેતનની માંગણી કરી હતી અને અજમેરા એજન્સી દ્વારા માસિક રૂ. 5000 વેતન ઓછું ચૂકવાતું હોવા અંગેની લેખિત ફરિયાદ મેયરથી લઈ મુખ્યમંત્રી સુધી કરી હતી આમ છતાં અજમેરા એજન્સી વિરુદ્ધ નામની પણ તપાસ કરવામાં સમગ્ર અધિકારીઓ-પદાધિકારીઓ વામણા પુરવાર થયા છે. જી.ડી. અજમેરા એજન્સીના આ કૌભાંડમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ સરકારના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓની સાંઠગાંઠ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

અજમેરા એજન્સીનાં કૌભાંડો વિરુદ્ધ સત્તાધીશો અને પદાધિકારીઓ
આંખ આડા કાન અને મો આડા હાથ શું કામ રાખી બેઠા છે? 

જી.ડી. અજમેરા એજન્સીનાં કાળા કારનામાઓ વિશે છેલ્લા કેટલાંક મહિનામાં વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો 

કોર્પોરેશન, કલેકટર તંત્ર અને રાજ્ય સરકાર પાસે ન્યાય ઝંખી રહ્યા છે અરજદારો.. આખરે ક્યા-ક્યા અધિકારી-પદાધિકારીનાં ગૌરવ ધિરેન અજમેરા અને વિપુલ ઘોણિયા પર ચાર હાથ છે ? કરોડોનાં કૌભાડ છતાં કોઈ પગલાં નહીં !  


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here