આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો: DTH, જિયોના પ્લાન મોંઘા થશે

0
82
Spread the love

દેશની જનતાના એલપીજી સિલિન્ડર સસ્તા થવાના સપના પર પાણી ફરી વળ્યું છે. ત્યારે હવે આ બાબતને લઈને મોટો આંચકો લાગ્યો છે. આજથી ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થયું છે.લોકોને અપેક્ષા હતી કે, આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની જેમ ગેસ પણ સસ્તો કરશે.

જિયોના રિચાર્જ પ્લાન મોંઘા થયા
જિયોએ આજથી તેના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે. હવે જિયોના 75 રૂપિયાના પ્લાન માટે 1 ડિસેમ્બરથી 91 રૂપિયા ચૂકવવા પડશે. જિયોના રિચાર્જ પ્લાન લગભગ 21% સુધી મોંઘા થઈ ગયા છે. હવે 129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા, 399 રૂપિયાનો પ્લાન 479 રૂપિયા, 1,299વાળો પ્લાન 1,559 રૂપિયા અને 2,399વાળો પ્લાન હવે 2,879 રૂપિયામાં મળશે. ડેટા ટોપ-અપની કિંમત પણ વધારી દેવામાં આવી છે. હવે 6 GB ડેટા માટે 51ની જગ્યાએ 61 અને 12 GB માટે 101ની જગ્યાએ 121 રૂપિયા અને 50 GB માટે 251 રૂપિયાની જગ્યાએ 301 રૂપિયા ચૂકવવા પડશે.

1 ડિસેમ્બર, એટલે કે આજથી તમારે ઘણી સર્વિસીઝ માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. આજથી જિયોના રિચાર્જ પ્લાન 21% સુધી મોંઘા થઈ ગયા છે. એ ઉપરાંત હવે SBIના ક્રેડિટકાર્ડની ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. અમે તમને આવી જ સર્વિસીઝ વિશે જણાવી રહ્યા છીએ, જેના માટે તમારે આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. એ ઉપરાંત અમે આજથી લાગુ થનારા ફેરફારો વિશે પણ માહિતી આપી રહ્યા છીએ.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..

WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu

DTH રિચાર્જ માટે વધારે પૈસા ચૂકવવા પડશે તેમજ રિચાર્જ કરવાનું પણ મોંઘું થયું. આજથી સ્ટાર પ્લસ, કલર્સ, સોની અને ઝી જેવી ચેનલ માટે 35થી 50% સુધી વધારે કિંમત ચૂકવવી પડશે. સોની ચેનલ જોવા માટે 39 રૂપિયાની જગ્યાએ 71 રૂપિયા દર મહિને આપવા પડશે. એવી જ રીતે ZEE ચેનલ માટે 39 રૂપિયાની જગ્યાએ 49 રૂપિયા મહિને આપવા પડશે, જ્યારે Viacom18 ચેનલો માટે 25 રૂપિયાની જગ્યાએ 39 રૂપિયા આપવા પડશે.

રાહતની વાત એ હતી કે, આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ વધારો કર્યો છે. ગયા મહિને તે 266 રૂપિયા મોંઘો થયો હતો અને હવે તેમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો

FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage

આજે પણ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 2100 રૂપિયાથી વધુ છે. બે મહિના પહેલા તે 1733 રૂપિયા હતો. મુંબઈમાં 19 કિલોનો સિલિન્ડર 2051 રૂપિયાનો થઈ ગયો છે. તે જ સમયે, કોલકાતામાં 19 કિલોના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2174.50 રૂપિયા થઈ ગઈ છે. હવે ચેન્નાઈમાં 19 કિલોના સિલિન્ડર માટે 2234 રૂપિયા ખર્ચવા પડશે.


ઘરેલુ એલપીજી સિલિન્ડર ગ્રાહકોને રાહત

જો ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળો ગેસ સિલિન્ડર માત્ર 899.50 રૂપિયામાં મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 6 ઓક્ટોબરે તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ તેની કિંમત વધારીને 769 રૂપિયા કરવામાં આવી હતી. આ પછી 25 ફેબ્રુઆરીએ એલપીજી સિલિન્ડરની કિંમત 794 રૂપિયા થઈ ગઈ હતી. માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત 819 રૂપિયા થઈ ગઈ હતી. જુલાઈમાં 834.50 હતો, ત્યારબાદ 18 ઓગસ્ટે ભાવ રૂ. 25 વધીને રૂ. 859.50 થયો હતો. આ પછી 1 સપ્ટેમ્બરે તેમાં 25 રૂપિયાનો વધારો થયો અને ઓક્ટોબરમાં તે 15 રૂપિયા મોંઘો થયો.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો

INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here