અરબાઝ ખૂબ જ બેદરકાર વ્યક્તિ છે : મલાઈકા અરોરા

0
288
Spread the love

અરબાઝ અને મલાઈકાએ છૂટાછેડા લઈને તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા, બંનેનો એક પુત્ર પણ છે.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એક સમયે બોલિવૂડના સૌથી ગ્લેમરસ અને સ્ટાઇલિશ કપલ્સમાં ગણાતા હતા. જ્યારે પણ બંને એકસાથે જોવા મળતા ત્યારે તેમની તસવીરો આડેધડ વાયરલ થઈ જતી હતી. અરબાઝ અને મલાઈકાના લગ્ન 1998માં થયા હતા પરંતુ લગ્નના 19 વર્ષ બાદ અરબાઝ અને મલાઈકાએ છૂટાછેડા લઈને તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. બંનેનો એક પુત્ર અરહાન છે જે હાલમાં વિદેશમાં અભ્યાસ કરી રહૃાો છે. હવે મલાઈકા અને અરબાઝ ભાગ્યે જ સાથે જોવા મળે છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ YouTube Channelને Subscribe કરો અને શેર કરો

YOUTUBE- https://youtube.com/c/KhasKhabarRajkot

પરંતુ આજે અમે તમને બંનેના સંબંધ દરમિયાનની કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહૃાા છીએ. વાસ્તવમાં, બંને લગ્ન તૂટી ગયાના વર્ષો પહેલા એક ચેટ શોમાં આવ્યા હતા અને આ ચેટ શોમાં તેઓએ એકબીજા સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. બંનેએ પોતાની વચ્ચે કેટલીક ફની વાતો પણ શેર કરી હતી અને એકબીજાની ચીડવનારી આદતોનો પણ ખુલાસો કર્યો હતો. મલાઈકા અરોરાએ શેર કર્યું કે, અરબાઝ ખાનની કઈ આદત તેને સૌથી વધુ હેરાન કરતી હતી. મલાઈકા અરોરાએ અરબાઝ વિશે કહૃાું હતું કે તે ખૂબ જ બેદરકાર વ્યક્તિ છે. તેઓ જ્યાંથી ઘરની ચીજવસ્તુઓ ઉપાડે છે, ત્યાં પાછી મૂકતા નથી અને બીજે વ્યવસ્થિત રાખતા નથી, જેના કારણે તેને ખુબ મુશ્કેલી થતી હતી.

તો, તેણે એમ પણ કહૃાું હતું કે, અરબાઝ ખાનની આ આદત સમય સાથે વધી રહી હતી. તો, અરબાઝ ખાને એ પણ કહૃાું હતું કે, મલાઈકાની કઈ આદત તેને પસંદ નથી. અરબાઝ ખાને કહૃાું હતું કે, મલાઈકા ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતી નથી. અરબાઝ ખાને કહૃાું હતું કે, તેને મલાઈકાની આ આદત બિલકુલ પસંદ નથી. હાલના સમયની વાત કરીએ તો અરબાઝ ખાન હાલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. તો, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હંમેશા હેડલાઈન્સમાં રહે છે. મલાઈકા મોટાભાગે તેની ફિટનેસ રૂટિન અને શોમાં વ્યસ્ત રહે છે. તેના વર્કઆઉટ અને જિમની તસવીરો દરરોજ વાયરલ થાય છે.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…

WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here