રાજસ્થાનના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાનાં લગ્ન : પંત અને ચહલે હાજરી આપી

0
193
Spread the love

ખાસ-ખબર સંવાદદાતા
ભારતના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ રિદ્ધિ પન્નૂ સાથે સાત ફેરા ફરી લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની તરફથી રમતા તેવટિયાનાં લગ્નમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, વિકેટકીપર ઋષભ પંત, નીતીશ રાણા સહિતના કિક્રેટર્સ પહોંચ્યા હતા. તેવટિયાએ રિદ્ધિની સાથે આ વર્ષે 3 ફેબ્રુઆરીના રોજ સગાઇ કરી હતી. સગાઇમાં પણ કેટલાંય ઇન્ટરનેશનલ સ્ટાર્સ ક્રિકેટર્સ પહોંચ્યા હતા. હરિયાણાથી સંબંધિત ધરાવતા 28 વર્ષના તેવટિયા ઘર આંગણે એક સારા ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેવટિયા એ જ ખેલાડી છે જે આઇપીએલમાં શેલ્ડન કોંટ્રેલની ઓવરમાં 5 સિક્સર ફટકારી પોતાની કાબેલિયત દેખાડી ચૂકયા છે. આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ તેવટિયા ટીમ ઇન્ડિયામાં ઇંગ્લેન્ડની સામે આ વર્ષની શરૂઆતમાં ઘરઆંગણે ટી20 સીરીઝમાં જગ્યા બનાવી, જો કે તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી નથી. જો કે તે સમયે તેને ડ્રેસિંગ રૂમમાં સમય પસાર કર્યો તેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here