ધ ફિલ્ડ માર્શલ: પોપટભાઈ પટેલની જીવનકથા પ્રસિદ્ધ

0
193
Spread the love

દેશની જીડીપી વધારવામાં નિમિત્ત બનનારાં કડવા પાટીદાર ઉદ્યોગપતિ પોપટભાઈ પટેલ ‘પદ્મશ્રી’ સન્માનનાં અધિકારી ગણાય.

‘ધાર્યું કરવાનું મનોબળ એવું પ્રચંડ રાખવું કે પર્વતે પણ ઝૂકવું પડે’ આવી પોઝિટિવ અને સ્ટ્રોંગ ફિલોસોફી સાથે દુનિયાભરમાં નામ રોશન કરનારા અને ભારત દેશની જીડીપી વધારવામાં પણ નક્કર યોગદાન આપનારા કડવા પાટીદાર સમાજના લેજન્ડ ઉદ્યોગપતિ પોપટભાઈ પટેલની ઓફિશિયલ (અધિકૃત) બાયોગ્રાફી પ્રસિદ્ધ થઈ છે, જેનું નામ છે: ધ ફિલ્ડમાર્શલ!

આજે પંચ્યાસી વર્ષે ત્રણ હોનહાર પુત્રોને ‘ફિલ્ડમાર્શલ’ એમ્પાયર સોંપીને નિવૃત્ત જીવનનો આનંદ માણતાં પોપટભાઈ પટેલે કુટુંબની ગરિબાઈનો મક્કમ મનોબળથી સામનો કરીને પોતાની આકરી મહેનત, કોઠાસુઝ અને મહેનતથી કઈ રીતે તળેટીથી શિખર સુધીની સફળતા અને માન-સન્માન મેળવ્યાની સિલસિલાબદ્ધ દાસ્તાન વર્ણવતી ‘ધ ફિલ્ડમાર્શલ’ બાયોગ્રાફીમાં પોપટભાઈ પટેલની સફળતાના સિક્રેટ પાને-પાને ઉજાગર કરવામાં આવ્યા છે. સાથોસાથ 1963માં નાના પાયે ડિઝલ એન્જિનની શરૂઆત કરીને એકવીસમી સદીમાં દોઢ લાખથી વધુ ડિઝલ એન્જિનના રેકોર્ડબ્રેક વાર્ષિક ઉત્પાદન સુધી પહોંચેલા પોપટભાઈ પટેલ બે દસકાથી (બિલ બુક વગરનો) એકદમ ફ્રી એવા સર્વિસ કેમ્પના પણ આયોજન કરે છે, જેમાં ‘ફિલ્ડમાર્શલ’ના ડિઝલ એન્જિનની સર્વિસ કરી આપવામાં આવે છે.

1970થી 2000ના ત્રીસ વરસ સુધી ખેતરમાં પાણીની સતત ખેંચ રહેતી એ તબક્કામાં તો તળમાંથી પાણી ખેંચતા ડિઝલ એન્જિન એટલે ‘ફિલ્ડમાર્શલ’ એવી જબ્બરદસ્ત બ્રાન્ડ ઈમેજ ક્રિએટ થઈ, તેની પાછળ પોપટભાઈ પટેલની મહેનત, વિઝન, નિષ્ઠા કેવી રીતે જવાબદાર હતી તેની વાત કરતી તેમની બાયોગ્રાફી ‘ધ ફિલ્ડમાર્શલ’માં પોપટભાઈ પટેલની જિંદગીને 360 ડિગ્રીએ જોઈ-તપાસીને આલેખવામાં આવ્યું છે. બાયોગ્રાફીમાં પોપટભાઈ પટેલના બાળપણનો આકરો સંઘર્ષ, યુવાનીનો અડિખમ પરિશ્રમથી લઈને તેમના દેશ-વિદેશના અનુભવો, સામાજિક યોગદાન, સમાજને આગળ જતાં વિઝનને પણ કિસ્સા-પ્રસંગો સાથે ટાંકવામાં આવ્યા છે. તો કડવા પાટીદાર ઉદ્યોગપતિ હોવા છતાં લેઉવા પાટીદારો સાથે (વાડાબંધીથી પર રહીને) પોપટભાઈ પટેલના સંબંધોને પણ ચકાસવામાં આવ્યાં છે.

‘ધ ફિલ્ડમાર્શલ’ પુસ્તકમાંથી એ વાત પણ ઉજાગર થાય છે કે અજંતા-ઓરેવા ગ્રુપના ઓધવજીભાઈ પટેલ અને પોપટભાઈ પટેલ વચ્ચે કેવું અતૂટ અને આત્મીય લગાવ અને પરસ્પર માટેનો આદર હતો તો લગભગ છ મહિના સુધી વિવિધ સ્થળો, ડોક્યુમેન્ટસ રિસર્ચ કરીને ‘ધ ફિલ્ડમાર્શલ’ લાવનારાં લેખક-પત્રકાર નરેશ શાહે શંભુભાઈ પરસાણા, ગટોરભાઈ હરીપરા, નરેશ પટેલ, મગનભાઈ જાવિયા, રામજીભાઈ હરસોડા, વસંતભાઈ ભાલોડીયા, કેશુભાઈ ચોકસી જેવા બે ડઝન મહાનુભાવોની સાથે વાત કરીને પોપટભાઈ પટેલના જીવનના એવા પાસા ઉજાગર કર્યા છે, જે સાબિત કરે છે કે પોપટભાઈ પટેલ પાટીદાર સમાજના કોહિનુર હિરા સરીખું વ્યક્તિત્વ રહ્યું છે.

‘ધ ફિલ્ડમાર્શલ’ બાયોગ્રાફીમાં પોપટભાઈ પટેલની સફળતાના સિક્રેટ પાને-પાને ઉજાગર કરવામાં આવ્યા છે.  

‘ધ ફિલ્ડમાર્શલ’ના માઈલસ્ટોન
ડિઝલ એન્જિનથી શરૂ થનારૂં ‘ફિલ્ડ માર્શલ’ એમ્પાયર આજે તો ઓર્ગેનિક ફર્ટિલાઈઝરથી લઈને ઘરઘંટી, એર કૂલરથી લઈને ‘ફિલ્ડ માર્શલ’ બ્રાન્ડના મિનિ ટ્રેકટર પણ બનાવે છે. વિશ્ર્વ પ્રસિદ્ધ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ સાથે થયેલાં ટાઈઅપ પછી બનતાં ‘યુવરાજ’ મિનિ ટ્રેકટરમાં પણ ફિલ્ડ માર્શલના એન્જિન ફીટ કરવામાં આવે છે. આ ઉપરાંત કેપ્ટન, એસકોર્ટ, સોનાલિકા જેવા બે ડઝન મિનિ ટ્રેકટરમાં પણ પોપટભાઈ પટેલની કંપની ‘ફિલ્ડ માર્શલે’ બનાવેલાં એન્જિન જ વપરાય છે!

* પોપટભાઈ પટેલે જ સૂચવેલા વિચાર પર જ ‘મા ઉમિયા સમૃદ્ધિ યોજના’ શરૂ કરવામાં આવી હતી. દેશ-વિદેશના પાટીદારોને શાળા-છાત્રાલયો માટે ડોનેશન આપવાની પ્રેરણા આપતી આ યોજનાનો અત્યારે ત્રીજો પ્રકલ્પ ચાલી રહ્યો છે, જે સાબિત કરે છે કે પોપટભાઈ પટેલ સમયથી આગળનું વિચારી શકે છે!

* ઊંઝા, સિદસર પછી જૂનાગઢ જિલ્લાના ગાંઠીલા ઉમિયા મંદિરના નિર્માણ અને વિકાસમાં પણ પોપટભાઈ પટેલનું જબરદસ્ત યોગદાન નિમિત્ત બન્યું હતું!

* પોપટભાઈ પટેલનું વિઝન એટલું વિશાળ અને ક્રિસ્ટલ ક્લિયર રહ્યું છે કે 1992ના સિદસર મહોત્સવને ક્ધવીનર તરીકે તેમણે એવી રીતે ડિઝાઈન કર્યો હતો કે (માત્ર પાટીદારોને જ નહીં) પણ ખેતી સાથે સંકળાયેલા તમામને તેનો લાભ મળે!

પોપટભાઈ પટેલ ન ભૂતો, ન ભવિષ્યતી!
નિવૃત્ત થયા પછી પણ બમણાં ઉત્સાહથી સમાજ સેવા માટે મોકળા મનથી પોપટભાઈ પટેલ સદા અગ્રેસર રહ્યા છે અને છતાં ‘દાતા’ હોવાનો દેખાડો તેમણે કર્યો નથી. રાજકોટના ફિલ્ડમાર્શલ-ગોવાણી ક્ધયા છાત્રાલય માટે 75,00,000 (પંચોતેર લાખ) રૂપિયાનું દાન આપનારા પોપટભાઈ પટેલે ઓડિટોરિયમ માટે 25,00,000 (પચ્ચીસ લાખ) તો અમદાવાદના સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી તરીકે 51,00,000 (એકાવન લાખ) તો વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન માટે 25,00,000 (પચ્ચીસ લાખ) તો 2020માં ઉંઝા ખાતેના લક્ષચંડી મહોત્સવ પ્રસંગે શૈક્ષણિક હેતુ માટે 33,00,000 (તેંત્રીસ લાખ)ની રકમ ફાળવી છે તો શિક્ષણ માટેની સહાય માટે તો ‘ફિલ્ડ માર્શલ’ના દરવાજા આજે પણ ખુલ્લાં જ રહે છે. પોપટભાઈ પટેલે નાતજાતના ભેદભાવ વગર કરેલી આવી સહાયથી સમાજને અનેક ડોકટર, એન્જિનિયર અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાત મળ્યાં છે. વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી. એન. ગોલ તો કહે જ છે કે ‘પોપટભાઈ પટેલ કે ફિલ્ડ માર્શલના નામ વગરની પાટીદારોની એક પણ સંસ્થા નહીં હોય, એટલું પ્રચંડ તેમનું યોગદાન છે!’

સન્માનીય ઈન્કમટેક્સ પેયર
2000ની સાલમાં શરૂ થયેલા ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં આજે 2021માં પણ એક કરોડની રકમ જીતનાર વિજેતાને ‘બ્રેકીંગ ન્યુઝ’ માનવામાં આવે છે, પરંતુ પોપટભાઈ પટેલ 1997માં પોતાનો વ્યક્તિગત ઈન્કમટેક્સ ત્રણ કરોડ રૂપિયા ભર્યો હતો અને નેવુંનો એ આખો દસકો તેમણે આવો તોસ્તાન વ્યક્તિગત (કંપની કે પરિવારનો અલગ) ઈન્કમટેક્સ ભર્યો છે. દેશની તિજોરીને પણ વફાદાર રહેનારા પોપટભાઈ પટેલનું એટલે જ ખુદ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે હાઈએસ્ટ ટેક્સપેયરનું સર્ટિફીકેટ આપીને સન્માન કર્યું હતું.

નરેશ શાહની યશ કલગીમાં નવું છોગું
‘ખાસ-ખબર’ના કોલમિસ્ટ અને જાણીતા લેખક-પત્રકાર નરેશ શાહે પોપટભાઈ પટેલની ‘ધ ફિલ્ડ માર્શલ’ બાયોગ્રાફી લખી છે. નરેશ શાહ આ અગાઉ ઓધવજીભાઈ પટેલ, જયસુખભાઈ પટેલ (અજંતા-ઓરેવા ગ્રુપ) મૌલેશ ઉકાણી (બાન લેબ્સ), રાજુભાઈ દોશી (રાજુ એન્જિનિયરીંગ), નરેશ પટેલ (ખોડલધામ), અમુભાઈ ભારદીયા (રવિ ટેકનોફોર્જ) ઉપરાંત રામકથાકાર મોરારિબાપુની બાયોગ્રાફી લખી ચૂક્યા છે, જે બેસ્ટ સેલર સાબિત થઈ ચૂકી છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here