ઓમિક્રોન ડેલ્ટા જેટલો ખતરનાક નથી: કર્ણાટકનાં સ્વાસ્થ્ય મંત્રી સુધાકરનો દાવો

0
24
Spread the love

ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડીકે સુધાકરે સોમવારે કહ્યું કે બેંગ્લોર આવેલા બે દક્ષિણ આફ્રિકી નાગરિકોમાંથી એકનું સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટથી અલગ છે. મંત્રીએ કહ્યું 63 વર્ષના વિદેશી નાગરિકનો રિપોર્ટ જણાવે છે કે તે કોઈ અલગ પ્રકારના કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા છે. સુધાકર પોતે એક મેડિકલ પ્રોફેશનલ છે અને તેમણે દક્ષિણ આફ્રિકામાં પોતાના સાથી ડોક્ટરો સાથે વાત કરીને દાવો કર્યો છે કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા જેટલો ખતરનાક નથી. સુધાકરે કહ્યું, ‘આ સંતોષની વાત છે કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તેનું સંક્રમણ ગંભીર નથી. તેથી ડરવાની કોઈ વાત નથી. જો કે, અમે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ઈંઈખછ સાથે સંપર્કમાં છીએ. દક્ષિણ આફ્રિકાએ 24 નવેમ્બરના રોજ ઠઇંઘને આ વેરિયન્ટની પ્રથમ જાણ કરી હતી. તે વેરિયન્ટ ઓફ કંસર્ન માનવામાં આવે છે. લગભગ 15 દેશોમાં તેના કેસ નોંધાયા છે. આ પછી ભારત સહિત ઘણા દેશોએ મુસાફરી પ્રતિબંધો કડક કરી દીધા છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here