15 દિવસમાં આફ્રિકન દેશોથી 1 હજાર મુસાફરો મુંબઈ આવ્યા, 100નાં જ સેમ્પલ લેવાયાં

0
22
Spread the love

દેશમાં છેલ્લાં 24 કલાકમાં 8309 નવા કેસ નોંધાયા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં આફ્રિકન દેશોમાંથી 1 હજાર મુસાફરો મુંબઈ પહોંચ્યા છે, તેમાંથી માત્ર 466 લોકોની યાદી એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળી શકી છે. અત્યાર સુધીમાં 100 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. 466 મુસાફરમાંથી 100 મુંબઈના છે. અમે તેમના સ્વેબ સેમ્પલ પહેલેથી જ એકઠાં કરી લીધાં છે. તેમનો રિપોર્ટ આવતીકાલે આવશે એવી આશા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,309 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 236 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 03 હજાર 859 થઈ છે, જે છેલ્લા 544 દિવસમાં સૌથી ઓછી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસ કુલ કેસના 1%થી પણ ઓછા છે, જે વર્તમાનમાં 0.30% છે, જે ગયા વર્ષે માર્ચ બાદથી સૌથી ઓછા છે.
છેલ્લા 24 કલાકમાં 9 હજાર 905 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. દેશમાં સાજા થવાનો દર 98.34% છે, જે ગયા વર્ષે માર્ચ બાદ સૌથી વધુ છે.

સાજા થનારા લોકોની કુલ સંખ્યામાં વધારો થતાં 3 કરોડ 40 લાખ 8 હજાર 183 થઈ ગઈ છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here