ગૌરવ અને વિપુલ દ્વારા મહિલા કાર્યકરને બદનામ કરવા ધમપછાડા

0
110
Spread the love

જી.ડી. અજેમરા એજન્સી-ગૌરવ અજમેરાની નીચતા 

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-4

રાજકોટ મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સીના કરોડો રૂપિયાના કૌભાંડો વિરુદ્ધ એક જાગૃત મહિના કાર્યકરે ગઈકાલે રાજકોટ મનપા કમિશનરને અરજી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં જી. ડી. અજમેરા મેનપાવર એજન્સીનું ટેન્ડર 2019માં થયેલ છે તે સમયથી અત્યાર સુધી તમામ માસનું રાજકોટ મહાપાલિકાએ તે કંપનીને ૠજઝ, ઈૠજઝ, ઙઋ, ઊજઈંઈની રકમ એજન્સીને ચૂકવે છે પરંતુ આ એજન્સી તમામ રકમ પોતાના ખિસ્સામાં રાખે છે. સરકારને જમા નથી કરાવતી, સરકારી રૂપિયાનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે.

અજમેરા એજન્સીના કૌભાંડોને ઉઘાડા પાડનાર મહિલા કાર્યકરનાં ચરિત્ર અને ભૂતકાળ પર આંગળી ચીંધી ગૌરવ ધિરેન અજમેરાએ 

‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સીના કરોડો રૂપિયાના કૌભાંડો ઉઘાડા પાડનાર જાગૃત મહિલા કાર્યકરનાં ચરિત્ર અને ભૂતકાળને શંકાસ્પદ ગણાવી ગૌરવ ધિરેન અજમેરાએ પોતાની નીચતા સાબિત કરી છે. જી.ડી. અજમેરા એજન્સીના લેટરપેડ પર ગૌરવ અજમેરાએ પોતે અને પોતાની પેઢી પ્રામાણિક હોવાની વાતો કરી છે તો તેના કરોડોના કૌભાંડો ઉઘાડા પાડનાર જાગૃત મહિલા કાર્યકરના ચરિત્ર તથા ભૂતકાળ શંકાસ્પદ હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા જી.ડી. અજમેરા એજન્સી – ગૌરવ અજમેરાના આ લખાણ બાદ હવે તેની પર કાયદાકીય કાર્યવાહીનો શકંજો વધુ મજબૂતાઈથી કસાશે તેમજ જાગૃત મહિલા કાર્યકરે કરેલી ફરિયાદના આધારે ટૂંકસમયમાં તેની ધરપકડ પણ થઈ શકે તેમ છે.

નિડર મહિલા કાર્યકરની કમિશનરમાં ફરિયાદ

અજમેરા એજન્સીને રેલો આવ્યો એટલે સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા આપતા લખાણો વહેતા કરી ભીનું સંકેલવા હવાતિયા મારે છે.

જી.ડી. અજેમરા એજન્સી પુરાવાઓ કેમ આપતા નથી?
જી.ડી. અજમેરા એજન્સી – ગૌરવ અજમેરા સોશિયલ મીડિયામાં લખાણો ફરતા કરી પોતે પ્રામાણિક હોવાની મોટીમોટી વાતો કરે છે અને મહિલા કાર્યકરને બદનામ કરે છે પરંતુ કરાર આધારિત કર્મચારીઓને કેટલું પી.એફ. કે જી.એસ.ટી. ચૂકવ્યું છે તેના પુરાવાઓ આપતા નથી. જો ખોટી વાતો અને મહિલા કાર્યકરને બદનામ કરવાની જગ્યાએ જી.ડી. અજમેરા એજન્સી – ગૌરવ અજમેરા પુરાવા રજૂ કરે તો જ પોતે સાચા છે તેવું સાબિત થઈ શકે.

જી.ડી. અજમેરા એજન્સીનો લૂલો બચાવ
રાજકોટ મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સીએ પોતાના પર થયેલા ભ્રષ્ટાચારોના આરોપ વિરુદ્ધ લૂલો બચાવ કરતા સોશિયલ મીડિયામાં પોતાની ભ્રષ્ટાચારી છબીને સાફસૂથરી સાબિત કરવાનો પ્રયત્ન કરતું એક લખાણ વહેતું કર્યું છે. જેમાં જી.ડી. અજમેરા એજન્સીએ પોતાની પેઢી દૂધે ધોયેલી હોવાનું જણાવ્યું છે પરંતુ હકીકતમાં અજમેરા એજન્સી અને તેના ગૌરવ અજમેરા તથા કોર્પોરેશન મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાએ કરોડોના કૌભાંડ કર્યા છે એટલું જ નહીં પરંતુ આ કૌભાંડ છતું થયા બાદ લાજવાની જગ્યાએ આ ભ્રષ્ટાચારીઓ ગાજી રહ્યા છે અને તેમની વિરૂદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપ લગાવનાર જાગૃત મહિલાનાં ચરિત્ર અને ભૂતકાળને શંકાસ્પદ ગણાવી ગૌરવ અજમેરાએ આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાનાં ઉચ્ચ અધિકારીઓ પણ જી.ડી. અજમેરા એજન્સી તળે ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયા દ્વારા આચરાયેલાં કરોડોના કૌભાંડ સામે લાજ કાઢી રહ્યા છે.

અજમેરા એજન્સીએ રાજકોટની સાથે સુરેન્દ્રનગરમાં કરેલા કૌભાંડો ઉઘાડા પડવાના શરૂ

શોપ એન્ડ એસ્ટા. ડિપાર્ટમેન્ટમાં તથા ટી.પી. ડિપાર્ટમેન્ટ બીજી અન્ય શાખાના કરાર આધારિત કર્મચારીના PF તથા ESICની રકમ જમા થતી નથી. આ વિષયમાં મહેકમ શાખાના આસિસ્ટન્ટ મેનેજર વિપુલ ઘોણિયાને જાણ કરી તો એજન્સી સાથે તેમના સારા સંબંધ નિભાવે છે એ કોઈ વાતની જવાબદારી લેતા નથી તથા આ વાત કમિશનર સુધી ન જાય તે માટે બ્રાન્ચનાં હેડ સાથે વાતચીત કરી ઠારી દે છે. વિપુલભાઈ ઘોણિયા જી. ડી. અજમેરાના ભ્રષ્ટાચારમાં પૂરેપૂરા ભાગીદાર છે કારણ કે ટેન્ડરની શરત પ્રમાણે ટેન્ડરમાં આપેલી રકમનો ભ્રષ્ટાચાર ન થાય તે બ્રાન્ચ હેડની જવાબદારી હોય છે. આપને મારી વાત ખોટી લાગતી હોય તો તમે જી.એસ.ટી., સી.જી.એસ.ટી., પી.એફ., ઈએસઆઈસીમાં તરત જ તપાસ કરાવો, તમને તમામ પુરાવા મળી જશે.

જી. ડી. અજમેરા એજન્સીના માલિક ધિરેનભાઈ અજમેરા વિશે જાણવા મળ્યું છે કે શાખાએ પી.એફ., ઈએસઆઈસીના પુરાવા માંગ્યા તો શાખાના કલાર્કને ધમકાવવાના ફોન પણ કરેલ છે. આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે આર.એમ.સી.ના ઓફિસર તેમને સાથ દેતા હોય. મહેકમ શાખાના વિપુલભાઈ ઘોણિયાની અગાઉ પણ ફરિયાદ હતી. સ્માર્ટ સીટીમાં તમે તપાસ કરાવી શકો છો. શક્ય હોય તો આ વ્યક્તિની બદલી કરો તમને સાચું સમજાઈ જશે. બાકી આપની મરજી મારી ફરજ હતી કે તેમને જાણ કરું. ન્યાય-અન્યાય કરવો આપના હાથમાં છે. બ્રાન્ચમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી અગર આપને ફરિયાદ કરશે તો તેમની નોકરી જતી રહેશે એમ ડરાવી ધમકાવીને રાખવામાં આવે છે.

આ સિવાય જી. ડી. અજમેરા સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં આધારકાર્ડનો કોન્ટ્રાક્ટ રાખેલ હતો જેમાં લગભગ 42 કર્મચારીઓનો પગાર તથા તમામનો પી.એફ. તથા ઈએસઆઈસીની રકમ પોતે લઈ લીધી છે. સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં તેમની ઈ.એમ.ડી. જપ્ત કરેલ છે. તેમના તમામ આધાર-પુરાવા સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં જ જમા છે. તમે મંગાવી શકો છો તો હકીકત સામે આવશે.

આર.એમ.સી. જે રકમ જી. ડી. અજમેરાને જમા કરે છે તે તમામ રકમમાં કર્મચારીઓનો પૂરતો પગાર પણ નથી કરવામાં આવતો, ટેક્સની તમામ રકમ પોતે ખાઈ જાય છે. આ વાત ખોટી લાગે તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી જી. ડી. અજમેરાના જી.એસ.ટી. નંબર લઈ કેટલું જી.એસ.ટી. પેઈડ થયું તે જાણી લો, સાચું શું છે તે સમજી જશો.
આમ, રાજકોટ મનપા કમિશનરના સહકારની અપેક્ષા સાથે જાગૃત મહિલા કાર્યકરે ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની વિરુદ્ધમાં અરજી કરી છે. હવે રાજકોટ મનપાના કમિશનર આ અંગે શું પગલાં લેશે એ જોવું રહ્યું પરંતુ આ સમગ્ર મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હોય ગમે તે ઘડીએ ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની વિરુદ્ધમાં કાર્યવાહી થવાની સંભાવના છે તેમજ જી.ડી. અજેમરા એજન્સીનું લાઈસન્સ પણ રદ્દ થવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here