શેર બજારમાં બ્લેક ફ્રાઈડૅ : કોરોનાના નવા વેરિયન્ટનાં ભયથી સ્ટોક માર્કેટ ગગડ્યું, નિફ્ટી 17200ની નીચે : મારુતિ સુઝુકી અને બજાજ ફિનસર્વનાં શેર ઘટ્યા, ડૉ. રેડ્ડી, નેસ્લે, HULનાં શેર વધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
કોવિડ-19નો નવો વેરિયન્ટ આવવાથી ઈકોનોમીની રિકવરીને અસર થઈ શકે છે. આ ડરથી કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 2.30 કલાકે સેન્સેક્સ 1386 અંક ઘટીને 57,408 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 424 અંક ઘટી 17,111 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ડો. રેડ્ડી લેબ્સ, નેસ્લે, HUL સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.વા વેરિયન્ટનાં ભયથી સ્ટોક માર્કેટ ગગડ્યું, નિફ્ટી 17200ની નીચે : મારુતિ સુઝુકી અને બજાજ ફિનસર્વનાં શેર ઘટ્યા, ડૉ. રેડ્ડી, નેસ્લે, ઇંઞકનાં શેર વધ્યા.