Spread the love

પાક. વડા ઈમરાન ખાને લોકો સામે વ્યક્ત કરી વ્યથા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક કાર્યક્રમમાં સ્વીકાર્યું કે તેમના કાર્યકાળમાં પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ઈમરાન ખાને જણાવ્યું કે સરકાર પાસે દેશ ચલાવવા માટે રૂપિયા નથી અને તેથી તેમને બીજા દેશો પાસેથી લોન લેવી પડી રહી છે. ઈમરાન ખાને જણાવ્યું કે વધતું વિદેશી દેવું અને ટેક્સ રેવન્યૂમાં ઘટાડો તે ફક્ત રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો નથી બન્યો પરંતુ સરકાર પાસે લોક કલ્યાણ પર ખર્ચ કરવા માટે જરૂરી સંસાધન પણ નથી. બ્રિટનનું ઉદાહરણ આપતા ઈમરાન ખાને જણાવ્યું કે ત્યાંના નેતાઓ લોકોના રૂપિયા પ્રત્યે સંવેદનશીલ હોય છે પરંતુ પાકિસ્તાની નેતાઓમાં આવું જોવા મળતું નથી.


Spread the love