‘Garlic એટલે આદુ’, પાક. મંત્રીની સોશિયલ મીડિયા પર ફજેતી થઇ!

0
105
Spread the love

ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયા અને પાકિસ્તાન દરરોજ ઈન્ટરનેટની ટ્રોલ આર્મીને મજેદાર વસ્તુઓ પૂરી પાડતી રહે છે.ક્યારેક અહીંના નેતાઓ કંઈક એવું બોલે છે જેનાથી તેઓ ટ્રોલ થઈ જાય છે. હવે આ જ કડીમાં પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીનું નામ જોડાયું છે. તેણે કંઈક એવું કહ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોક્કસ હસી પડશો.

હકીકતમાં પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી Garlic(લસણ)ને આદુ ગણાવીને ચોતરફ ફસાઇ ગયા છે. હવે લોકો તેને આ અંગે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ પાકિસ્તાનના આ મંત્રીના જ્ઞાન પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

આ વીડિયો પત્રકાર નાયલા ઇનાયતે શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 1 લાખ 64 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. જ્યારે 5 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

 


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here