જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, ઘરે-ઘરે રંગોળી પુરાઈ, તોરણ બંધાયાં, દર્શનાર્થે મોડી રાતથી ભક્તોની લાઇન

0
118
Spread the love

‘જય જલિયાણ’ના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું :

જામનગર બન્યું જલારામમય, બાપાની 222મી જન્મજયંતિની ઉજવણીની જુઓ કેવી ચાલી રહી છે તૈયારી

 

11 નવેમ્બરનાં રોજ જામનગર શહેરમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા વિવિધ 36 થી વધુ સ્થળઓએ મહાપ્રસાદ આપવાનું પણ આયોજન.

કોરોનાની મહામારી અને લોકડાઉન બાદ આ વર્ષે ઉજવાઇ રહી છે જલારામ જ્યંતી. વીરપુર જય જલ્યાણ ના નાદ સાથે જલારામ મય બન્યું. વીરપુરમાં લોકોએ ઘરે ઘરે રંગોળીઓ અને અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કર્યા.

જલારામબાપાની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. દેશ વિદેશમાંથી બાપાના ભક્તો દર્શન કરવા આવ્યા. મોડી રાતથી ભકતોની જલારામબાપાના દર્શન કરવા માટે લાગી લાઈનો, જન્મ જયંતિ લઈને વીરપુરમાં અનેરો ઉત્સાહ.

દેનેકો ટુકડો ભલો, લેને કો હરિનામ, જલારામ બાપાના આ સૂત્રને સાર્થક કરતી વિવિધ જલારામ સંસ્થાઓ દ્વારા જલારામ બાપાની 222મી જન્મજયંતિ ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવતી કાલે એટલે કે તારીખ 11 નવેમ્બરનાં રોજ જામનગર શહેરમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા વિવિધ 36 થી વધુ સ્થળઓએ મહાપ્રસાદ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય હાપામાં આવેલા જલારામ મંદિરને 25 વર્ષ પુર્ણ થવા પર ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે.

વીરપુરવાસીઓએ વહેલી સવારે ફટાકડા સાથે આતશબાજી કરી બાપાની જન્મજયંતીનાં વધામણાં કર્યા. દેશ-વિદેશમાંથી ભાવિકો વીરપુર દર્શન માટે પહોંચ્યા, મંદિર દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી.

જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી
દેશ-વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મજયંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એમ વીરપુરવાસીઓએ ઘેર ઘેર પોતાના આંગણે અવનવી રંગોળીઓ દોરી છે, જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી છે, દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગાર કરવામાં આવ્યો છે. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે.

વિરપુરવાસીઓએ બાપાની શોભાયાત્રા યોજી
બાપાની જન્મજયંતિને લઈને સમસ્ત વિરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી છે. જલારામ બાપાની શોભાયાત્રાનું વિરપુરના ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી પ્રસ્થાન કરાયું હતું. પૂજ્ય બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી છે. શોભાયાત્રામાં જલાબાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધ્વજા ફરકે છે તે પૂજ્ય બાપાની ધ્વજાના ત્રણ રંગ છે, લાલ, પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વિરપુરના સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી.

વિરપુરની દીકરીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી
બાપાની જન્મજયંતીને લઇને વિરપુરવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની દીકરીઓએ શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ચોકે ચોકે શોભાયાત્રાનું સ્વાગત કરી બાપાના દર્શન લોકો કરી રહ્યા છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here