Spread the love

નામીબિયાનો છ વિકેટે વિજય

નામિબીયાના રુબેન ટ્રમ્પેલમેને સ્કોટલેન્ડ સામેની સુપર-12ની મેચની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને સનસનાટી મચાવી હતી. તેણે મેચના પહેલા જ બોલ પર જ્યોર્જ મુન્સેને ક્લિન બોલ્ડ કર્યો હતો.

જે પછી ઓવરના ત્રીજા બોલ પર મેક્ લેઓડને ગ્રીનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચોથા બોલ પર તેણે કેપ્ટન બેરિંગ્ટનને લેગબિફોર વિકેટ આઉટ કરીને સનસનાટી મચાવી હતી. જોકે માઈકલ લેસ્કના 27 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથેના 44 રન તેમજ ગ્રેવેસના 25 રનની મદદથી સ્કોટલેન્ડે 8 વિકેટે 109 રન કર્યા હતા. જવાબમાં ઓપનર વિલિયમ્સના 23 રન અને જેજે સ્મિતના 23 બોલમાં અણનમ 32 રનની મદદથી 19.1 ઓવરમાં છ વિકેટે 115 રન કરીને મેચ જીતી લીધી હતી.


Spread the love