ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી માહિતી મેળવતા મ્યુનિ. કમિશનર

0
27
Spread the love

રાજકોટ શહેરના લોકોની સેવામાં આવતા વિવિધ પ્રોજેક્ટની આજે તા. ૨૨-૧૦-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી પ્રોજેક્ટની વિગતો મેળવી હતી.

જેમાં શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પંડિત દિનદયાળ કોમ્યુનીટી હોલ, સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને આજી ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરી માહિતી મેળવી હતી.

વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર એ ગ્રીનલેન્ડ હેડવર્કસ ખાતે ટેન્કર ફીલીંગમાં લગાવવામાં આવેલ GPRS Systemનું મોનિટરિંગ કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી. આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીની ગુણવત્તા, જથ્થો અને વિતરણ વિશે માહિતી મેળવી તેમજ સરદાર સરોવર થી આજી ડેમ સુધીની સૌની યોજનાની જાણકારી પ્રાપ્ત કરી હતી.

આજની મુલાકાતમાં મ્યુનિ. કમિશનર સાથે સિટી એન્જી. એમ. આર. કામલીયા, વાય. કે. ગૌસ્વામી, આસી. કમિશનર એચ. કે. કગથરા, આસી. મેનેજર બી. એલ. કાથરોટીયા, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડીઈ ચેતન મોરી, હરેશ સોન્ડાગરા, વ્રજેશ ઉમટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here