રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100થી વધુ ફિલ્મોમાં અભિનય

0
167
Spread the love

રામાનંદ સાગરની રામાયણ સિરિયલથી જેને પ્રસિદ્ધિ મળી હતી. અને ગુજરાતી સિનેમામાં ખુબ મોટું નામ ધરાવનાર ચંદ્રકાંત પંડ્યાનું નિધન થયું છે.

દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. પરંતુ રામાનંદ સાગરની રામાયણ સિરિયલથી પ્રસિદ્ધિ મળી હતી. રામાયણમાં તેમણે નિષાદરાજનો અભિનય કર્યો હતો. તેમના નિધનથી ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ

YouTube ચેનલને Subscribe કરો અને શેર કરો 
https://youtube.com/c/KhasKhabarRajkot

અભિનેતા ચંદ્રકાંતએ મુંબઈમાં 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગુજરાતી ફિલ્મમાં તેમનું યોગદાન સવિશેષ રહ્યું છે. તેમને માનવીની ભવાઇ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો. અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનો જન્મ 01 જાન્યુઆરી, 1946ના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈમાં સ્થાયી થયા હતા.

ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. અને કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેઓએ અભિનયમાં પાછું વળીને જોયું નહોતું. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 70થી 90ના સમયગાળામાં જ્યારે સુવર્ણકાળ હતો તે સમયે તેમણે એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે. શોલે ફિલ્મના ગબ્બર અમજદખાન તેમના ગાઢ મિત્ર હતા.

આ પણ વાંચો : રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100થી વધુ ફિલ્મોમાં અભિનય 
https://khaskhabarrajkot.com/2021/10/21/shah-rukh-went-meet-aryan-jail-18-minutes-after-19-days-watch-the-video/

તેમની સૌથી પહેલી ફિલ્મ ‘કાદુ મકરાણી’ હતી. આ ફિલ્મ બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાંત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. અભિનેતા ચંદ્રકાંત પંડ્યાએ રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા ભજવી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી.

ચંદ્રકાંત પંડ્યાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં 100થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યુ છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here