ઘરના જ ઘાતકી: ઉપકુલપતિ અને એક સિન્ડિકેટ સભ્યનો જ ચેટ વાયરલ કરવામાં હાથ?

0
31
Spread the love

કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં વિજય દેશાણી અને કલાધર આર્યની ભલામણ ન ચાલી એટલે ચેટ વાયરલ કરી દીધી! 

બે લોકોના પરાક્રમો અને પૂર્વગ્રહોએ આખી યુનિ.ને બદનામ કરી મૂકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 22 જેટલા ભવનમાં 88 જેટલા કરાર આધારીત અધ્યાપકોની ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. આ ભરતી પ્રક્રિયામાં ક્યાં ઉમેદવારોને અગ્રીમ સ્થાન આપવું તે ભલામણ કરતી સોશિયલ મીડિયાની જે ચેટ વાયરલ થઈ હતી તે ચેટ વાઈરલ કરનારામાં અત્યારે ઉપકુલપતિ વિજય દેશાણી અને સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યનું નામ સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો દ્વારા વિવિધ ભવનમાં અધ્યાપકોના ભરતી માટેના ઉમેદવારોની નામની ભલામણ કરવામાં આવી હતી. જેના માટે સોશિયલ મીડિયામાં એક ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં વિવિધ ઉમેદવારોની જે-તે સિન્ડિકેટ સભ્યો દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અધ્યાપકની ભરતી પ્રક્રિયાની તમામ વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે વિવાદ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલો કઈક એવો છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો દ્વારા આ વર્ષે માત્ર લાયકાત આધારિત કરાર અધ્યાપકોને જ કરાર આધારિત ભરતીમાં સ્થાન આપવામાં આવવાનું નક્કી કરવામાં આવ્યું હોય કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં વિજય દેશાણી અને કલાધર આર્યની બિનલાયક ઉમેદવારોની ભલામણ ન ચાલી એટલે તેમણે ચેટ વાયરલ કરી દીધી હતી એવું જાણવા મળે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉપકુલપતિ વિજય દેશાણી અને સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યને સાઈડલાઈન કરી દેવામાં આવતા બંનેને પેટમાં દુ:ખતું હતું અને અંતે બંનેએ ચેટ વાઈરલ કરી માથું કૂટ્યું હતું. આશ્ચર્યજનક બાબત છે કે, ઉપકુલપતિ વિજય દેશાણી અને સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યનું નામ ચેટ વાયરલ કરવામાં આવ્યા બાદ પણ હજુ બન્ને સામે કોઈ કડક કાર્યવાહી થઈ નથી.

ઇ ગ્રેડ ધરાવતી ઈ ગ્રેડ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર નહીં, ષડ્યંત્ર યુનિવર્સિટી

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉપકુલપતિ વિજય દેશાણી અને સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યને સાઈડલાઈન કરી દેવામાં આવતા બંનેને પેટમાં દુ:ખતું હતું અને અંતે બંનેએ ચેટ વાઈરલ કરી માથું કૂટ્યું હતું. આશ્ચર્યજનક બાબત છે કે, ઉપકુલપતિ વિજય દેશાણી અને સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યનું નામ ચેટ વાયરલ કરવામાં આવ્યા બાદ પણ હજુ બન્ને સામે કોઈ કડક કાર્યવાહી થઈ નથી.

બી ગ્રેડ ધરાવતી અને સી ગ્રેડની ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ-ઉપકુલપતિની નિમણૂક, વહિવટી છબરડા, પરીક્ષાઓમાં ચોરી, ડમી કાંડ, નીચું પરિણામ, ભ્રષ્ટાચાર, વાહલા-દવલાની નીતિ, વિદ્યાર્થીનીઓની છેડતી, પ્રોફેસરોનો વ્યભિચાર, સિન્ડિકેટ સભ્યોનાં અહમ અને આંતરિક મતભેદ સહિત અનેક કારણોથી સૌરાષ્ટ્ર-રાજકોટના શિક્ષણજગતની આબરૂનું ધોવાણ થઈ ચૂક્યું છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ-ઉપકુલપતિ પેથાણી-દેશાણીનાં ઝગડાઓ અને દેખાદેખીથી પણ તમામ તંત્ર ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે તેથી જ ઝડપથી આ બંનેનો કાર્યકાળ પૂરો થાય એવું સૌ ઈચ્છી રહ્યાં છે. સિન્ડીકેટ સભ્યો, વહિવટી વિભાગનાં અધિકારીઓ, પ્રોફેસરો, કોલેજનાં પ્રિન્સીપાલથી લઈ વિદ્યાર્થીઓ કુલપતિ-ઉપકુલપતિની કામગીરીથી ખૂબ જ નારાજ થઈ અંદરખાને અંસંતોષ દર્શાવી રહ્યાં છે.

હવે રાજ્ય સરકારે નક્કર પગલાં લેવા જરૂરી

સત્તાધીશોની આંતરિક કલેહ, કથળેલુ વહીવટી તંત્ર, તઘલખી નિર્ણયો, પરીક્ષા વિભાગની બેદરકારીઓ, છબરડાઓ અને શિક્ષણનાં નિમ્ન સ્તર માટે પંકાયેલી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજ્જારો વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવવાની આશા સાથે આવે છે 5રંતુ કમનસીબે શિક્ષણનાં આ પવિત્ર ક્ષેત્રને રાજકીય અખાડો બનાવી દેવાયો હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સૌ સુગથી જોઈ રહ્યા છે. કુલપતિ, ઉપકુલપતિ અને અન્ય અધિકારીઓ તેમજ કેટલાક સિન્ડિકેટ સભ્યો સદાય બાંધકામમાં અને બિનજરૂરી ખર્ચાઓ કરવામાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે તો કેટલાક સિન્ડિકેટ સભ્યો અંગત કામ કે ભલામણ કરવા જ યુનિવર્સિટી કેમ્પસમાં પડયા-પાથર્યા રહેતા હોય છે એ જગજાહેર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમાને આગળ વધારવાને બદલે અંદરોઅંદરના રાજકારણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાનો એ ગ્રેડ પણ ગુમાવવો પડ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાશવારે થતા વિવિધ કાંડ પાછળ કુલપતિ-ઉપકુલપતિ, રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક અને તમામ સિન્ડિકેટ સભ્યોને જવાબદાર ગણીને રાજ્ય સરકારે આ અંગે પગલા ભરવા જોઈએ એવી વિદ્યાર્થીઓ સહિત શિક્ષણવિદોની માંગણી ઉઠવાની શરૂ થઈ ગઈ છે.

યુનિ.માં સત્તાધીશોનો આંતરીક કલહ

 • પેથાણી-દેશાણી નેતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ દિન-પ્રતિદિન ખાડે
 • કુલપતિ-ઉપકુલપતિના આંતરિક ઝગડાથી સૌ.યુનિ.નું તમામ તંત્ર ત્રાહિમામ
 • સત્તાધીશોને માત્ર પોતાની લીટી લાંબી અને બીજાની લીટી ટૂંકી કરવામાં રસ
 • સૌ.યુનિ.માં છેલ્લા કેટલાક સમયમાં લેવાયેલા નિર્ણયોથી યુનિવર્સિટીએ પોતાનું સ્થાન-માન ગુમાવ્યું
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર મુઠ્ઠીભર તત્વોને કારણે વારંવાર વિવાદમાં સપડાય છે
 • શૈક્ષણિક ગુણવત્તા સુધારવા – જાળવી રાખવાના બદલે માલામાલની પધ્ધતિ અપનાવવામાં આવતી હોવાનું ચિત્ર
 • દેશનાં ભવિષ્યને શિક્ષિત અને દિક્ષિત કરતા શિક્ષણનાં ધામમાં વ્યાપી ગયેલો સડો નાબૂદ કરવો જરૂરી
  હકીકતમાં ભલામણ કરવામાં આવેલા નામ જ હાઈલી ક્વોલિફાઈડ છે, હવે પારદર્શી ભરતી પ્રક્રિયા પછી પણ એ જ નામો રિપીટ થવાની સંપૂર્ણ શક્યતાઓ
 • યુવા સિન્ડિકેટ સભ્યો કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં નવા અને લાયક ઉમેદવારોને જ તક આપવા ઈચ્છતા હતા, ઉપકુલપતિ અને અન્ય એક સિન્ડિકેટ સભ્યએ પોતાના માનીતાઓના નામ કપાતા હોય આખી ભરતી પ્રક્રિયા રદ્દ થાય તેવું ષડયંત્ર રચ્યુંવિદ્યાધામને કલંકિત કરનાર અને સૌ. યુનિ.માં ભાજપની આબરુને ધૂળધાણી કરી મૂકનાર ભાજપનાં જ સભ્યો સામે પગલાં લેવામાં હાઈકમાન્ડ લાજ કેમ કાઢે છે?
 • વિજય દેશાણી અને કલાધર આર્યને છેલ્લા ઘણા સમયથી સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા : દુ:ખતું હતું પેટમાં અને અંતે બંનેએ કૂટ્યું માથું


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here