રાજકોટમાં સતત બીજા દિવસે 3 કેસ નોંધાતા તંત્ર એલર્ટ

0
12
Spread the love

યુથ કોંગ્રેસના નેતા વિરેન્દ્રસિંહનું ડેન્ગ્યુથી મૃત્યુ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ધીમા પડેલા કોરોનાએ નવરાત્રિના તહેવાર બાદ ફરી માથુ ઉંચક્યું છે. ગઇકાલે ફરી 3 કેસ નોંધાયા હતા. આગલા દિવસે પણ ત્રણ કેસ નોંધાતા બે દિવસમાં 6 કેસ સામે આવ્યા છે. કોરોના કેસની સંખ્યા વધવા લાગતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 7 પર પહોંચી છે. ગઇકાલે કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 6049 નાગરિકોએ રસી લીધી હતી.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twiiter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો

https://twitter.com/khaskhabar2

રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા 3 કેસ સાથે એક દર્દી ડિસ્ચાર્જ પણ થયો હતો. શહેરમાં હાલ 7 એક્ટિવ કેસ છે, સંભવિત ત્રીજી લહેર આવવાની શક્યતાને લઈને હવે રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…

https://chat.whatsapp.com/GOdhewJH3YD5Pgm6gNvoNR

ગઇકાલે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના લડાયક નેતા વિરેન્દ્રસિંહ જાડેજાનું 39 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હતા ત્યારે ગઇકાલે બપોરે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક છવાયો છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here