19 દિવસ બાદ 18 મિનિટ માટે આર્યનને જેલમાં મળવા ગયો શાહરુખ, જુઓ વીડિયો

0
549
Spread the love

બુધવારે ડ્રગ્સ કેસમાં અરજી નામંજૂર થયા બાદ જેલમાં બંધ આર્યન ખાનને મળવા માટે તેનો પિતા અને એક્ટર શાહરુખ ખાન મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો હતો.

પિતા અને પુત્ર વચ્ચે લગભગ 18 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. શાહરુખ ખાન સાથે તેના સ્ટાફના પણ કેટલાક લોકો હતા. જોકે આર્યન ખાન સાથે શાહરુખ ખાને જ મુલાકાત કરી છે. રિપોર્ટ્સ મુજબ પિતાને જોતા જ આર્યન ખાન તૂટી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. 2 ઓક્ટોબરના રોજ ધરપકડ થયા બાદ આ પહેલી વખતે છે જ્યારે આર્યનના પરિવારનો કોઈ સભ્ય તેને મળવા માટે પહોંચ્યો હતો.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે… 

https://chat.whatsapp.com/GOdhewJH3YD5Pgm6gNvoNR

સેશન્સ કોર્ટ પાસેથી ઓર્ડર કોપી મળતા જ આર્યનના વકીલોએ બોમ્બે હાઇ કોર્ટમાં જમીન અરજી નામંજૂર કરવાના વિરોધમાં અપીલ દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વધારે સમય થઈ જવાના કારણે એ સંભવ ન થઈ શક્યું. આજે સવારે ફરી આર્યન ખાનના વકીલ જામીન અરજી દાખલ કરશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે અરજી સ્વીકાર થયા બાદ હાઇ કોર્ટમાં જસ્ટિસ નીતિન સામ્બ્રેની બેન્ચ સામે આ કેસ રહેશે. NDPS કોર્ટમાં આર્યનના જામીન નામંજૂર થયા બાદ હવે તેના વકીલો પાસે માત્ર એક અઠવાડિયુ બચ્યું છે.

આ એક અઠવાડિયામાં તેઓ આર્યન ખાનને જામીન અપાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશે. 1 નવેમ્બરથી બોમ્બે હાઇ કોર્ટની દિવાળીની રજાની શરૂઆત થઈ રહી છે. ત્યારબાદ કોર્ટ 14 નવેમ્બર બાદ જ ખુલશે. એવામાં જોવા જઈએ તો આર્યનની જામીન માટે માત્ર 7 વર્કિંગ ડેઝ એટલે કે એક અઠવાડિયાનો જ સમય છે. ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબરના રોજ થયેલી આ કેસની સુનાવણીમાં મુંબઈ સેશન કોર્ટના જજ વી.વી. પાટિલે પણ બધા પક્ષોને સાંભળ્યા બાદ જામીન પર નિર્ણય 20 ઓક્ટોબર સુધી સુરક્ષિત રાખી દેવામાં આવ્યો હતો.

બુધવારે 20 ઓક્ટોબરના રોજ બપોરે બે વાગ્યા બાદ જજે ઓપરેટિવ ઓર્ડર સંભળાવ્યો જેમાં આર્યન ખાનની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. આર્યન સિવાય અરબાઝ મુનમુન ધમેચાની જામીન અરજીને પણ નામંજૂર કરી દેવામાં આવી હતી.

2 ઓક્ટોબરની રાતે રેવ પાર્ટીમાં થયેલી છાપેમારીમાં ડ્રગ્સ મળ્યા બાદ NCBએ આર્યનને પહેલા કસ્ટડીમાં લીધો અને પછી મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી હતી. આ કેસમાં આર્યન સાથે 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આ કેસમાં અત્યાર સુધી 20થી વધારે લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100થી વધુ ફિલ્મોમાં અભિનય

https://khaskhabarrajkot.com/2021/10/21/veteran-actor-chandrakant-pandya-who-played-a-famous-role-in-the-ramayana-serial-passed-away-starring-in-more-than-100-films/


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here