ઐતિહાસિક ભારતમાં 278 દિવસમાં રેકોર્ડબ્રેક વૅક્સિનેશન

0
16
Spread the love

દરરોજનાં 35 લાખ લેખે દુનિયામાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં, 100 કરોડને પાર

ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદીએ દેશે કોરોનાની વેક્સિનનો 100 કરોડ આંક પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે દેશને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા કવચ મળ્યું છે. મોદીએ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપ્યા છે. મોદીએ કહ્યું કે આજે ઉત્સાહ છે અને જવાબદારીની ભાવના પણ છે કે આપણે સાથે મળીને કોરોનાને હરાવવાનો છે. ભારતમાં 16 જાન્યુઆરી 2021થી શરૂ થયેલું રસીકરણ આજે 21 ઓક્ટોબર 2021 એટલે કે 278 દિવસમાં 100 કરોડને પાર થઈ ગયું છે. આ પ્રમાણે દૈનિક 35 લાખથી લોકોને વધુ વૅક્સિનનાં ડોઝ આપવામાં આવ્યા છે, જે ઐતિહાસિક છે.

https://twitter.com/narendramodi/status/1451083410030608387

વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે ભારતે ઇતિહાસ રચ્યો છે. આપણે ભારતીય વિજ્ઞાન, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ. 100 કરોડ વેક્સિનનો આંક પાર કરવા બદલ ભારતને અભિનંદન.

નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ Youtube Channelને Subscribe કરો અને શેર કરો
https://youtube.com/c/KhasKhabarRajkot

આપણાં ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનાર દરેક લોકોનો આભાર.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here