રાતોરાત માલામાલ બનવાનાં ચક્કરમાં રાજકોટનાં યંગસ્ટર્સ ઓનલાઈન IDનાં રવાડે!

0
98
Spread the love

એક લિસ્ટ મુજબ શહેરમાં સેકશનવાળા 57 બૂકી: સામા કાંઠા વિસ્તાર બૂકીઓનો ગઢ

સ્થાનિક પોલીસ નાની માછલીઓને પકડી પાડી વાહ-વાહ લૂંટાવવામાં મશગૂલ

‘ખાસ-ખબર’ બુકીઓને ઉઘાડા પાડશે
પોલીસમાંથી મંજૂરી લઈને અથવા મંજૂરી લીધા વિના સટ્ટાનો ધંધો ચલાવનાર તમામ બૂકીને ‘ખાસ-ખબર’ ઉઘાડા પાડશે, જેમાં ક્યો બૂકી ક્યા વિસ્તારમાંથી ધંધો કરે છે? બૂકી પોતાનું નેટવર્ક કેવી રીતે ચલાવી રહ્યો છે? તેવી તમામ પ્રકારની માહિતી પ્રસિદ્ધ કરી આ અંગેની જાણ ડી.જી. વિજીલન્સ, યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરશે.

રાજકોટ શહેરમાં સ્થાનિક પોલીસની મદદથી કોઈ પણ રમતમાં સટ્ટાનો ધંધો ચલાવનાર બૂકીઓનું નેટવર્ક ચારેતરફ ફેલાયેલું છે. એક લિસ્ટ મુજબ શહેરમાં સેકશનવાળા 57 બૂકી છે ત્યારે મંજૂરી વિના સટ્ટાનો ધંધો ચલાવનાર બૂકીઓની સંખ્યા અપરંપાર છે. શહેરમાં આવેલ સામા કાંઠા વિસ્તારને બૂકીઓનો ગઢ ગણવામાં આવે છે. રાજકોટના યંગસ્ટર્સ રાતોરાત જન્નત બનાવવાના ચક્કરમાં આઈ.ડી. રવાડે ચડી જાય છે પરિણામે છેવટે સુખી પરિવાર વ્યાજના ચક્કરમાં ડૂબી જાય છે ત્યારે આવા બૂકીઓ પર યોગ્ય કાર્યવાહી કરવાને બદલે સ્થાનિક પોલીસે નાની માછલીઓને પકડી પાડી વાહ-વાહ લૂંટાવવામાં સિદ્ધિ હાંસલ કરી છે.

રંગીલા રાજકોટના યુવાધનને સટ્ટાનો રંગ લાગ્યો છે. આ સટ્ટાની આદતથી અનેક લોકોના પરિવાર બરબાદ થઈ ગયા છે, જ્યારે કેટલાય લોકોએ દેવુ થઈ જતાં આત્મહત્યા કરી લેતાં તેનો પરિવાર રઝળી પડ્યા છે ત્યારે આવા બૂકીઓના સામ્રાજ્ય પર તવાઈ બોલાવવાને બદલે સ્થાનિક પોલીસ પાંચથી લઈ ચાલીસ લાખ રૂપિયા સુધીનું સેકશન વસૂલી તેને બજારમાં છૂટથી સટ્ટાનો ધંધો ચાલુ રાખવા માટેની મંજૂરી આપે છે. કાગળ પર કામગીરી બતાવવા માટે સ્થાનિક પોલીસ નાના પંટરો તેમજ નવા નિશાળિયા બૂકીઓને પકડી પાડી તેની પાસેથી લાંબી રકમનો તોડ કરી તેના પર ગુનો દાખલ કરી વાહ-વાહ લૂંટાવી પ્રેસ મિડીયામાં પ્રસિદ્ધિ હાંસલ કરે છે. વાસ્તવમાં શહેરમાં કેટલાય મોટા ગજાના બૂકીઓ છે જ્યાં આજ દિવસ સુધી એક પણ પોલીસ પહોંચી શકી નથી.

‘ટેલિગ્રામ’ અને ‘લાઈનગુરૂ’ બૂકીઓ માટે આશીર્વાદરૂપ
મોટાભાગના યંગસ્ટર્સ આજના યુગમાં ‘ટેલિગ્રામ’નો ઉપયોગ સૌથી વધુ કરી રહ્યા છે અને ક્રિકેટ મેચનો લાઈવ સ્કોર જોવા માટે ‘લાઈનગુરૂ’ નામની એપ્લીકેશનનો ઉપયોગ કરે છે જેથી આવા યંગસ્ટર્સને આકર્ષવા માટે ‘ટેલિગ્રામ’ અને ‘લાઈનગુરૂ’માં અમુક પ્રમોટરો પાંચથી લઈ પચાસ હજાર રૂપિયા સુધીનું આઈ.ડી.ની જાહેરાત માટેનું પેકેજ બનાવે છે, જેમાં અલગ-અલગ પેકેજ પ્રમાણે પ્રમોટર બૂકી પાસેથી પૈસા વસૂલી આઈ.ડી. માટે પાંચસોથી લઈ બે હજાર સુધી ગ્રાહકોનું ગ્રુપ આપે છે. છેલ્લાં 3 દિવસમાં 6 યુવાન ઝડપાયા

શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. વી. જે. જાડેજાની ટીમે મોબાઈલ પર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં વધુ તપાસમાં છેલ્લાં ત્રણ દિવસમાં કુલ સાત ઝડપાયા હતા તેમાંથી છ તો એકવીસથી લઈ ત્રેવીસ વર્ષ સુધીના યુવાનો છે. આ બનાવમાં પણ પોલીસે નાના પંટરો અને નાના બૂકીને ઝડપી પાડી સંતોષ મનાવ્યો હતો. ઝડપાયેલા નાના પંટર અને નાના બૂકી ક્યા મોટા ગજાના બૂકીનું સુપર માસ્ટર કે માસ્ટર વાપરતા હતા તે દિશામાં પોલીસ તપાસ કરશે કે નહીં?


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here