ફટાકડામાં ભાવવધારો, દઝાડશે નહીં

0
80
Spread the love

જીવન જરૂરી ચીજવસ્તુઓના રોકેટગતિએ વધેલા ભાવવધારાએ દિવાળીના તહેવારોને પણ હોળી જેવા બનાવી દીધા છે.

દિવાળીના તહેવારો આડે હવે માંડ દસેક દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે અગાઉ પેટ્રોલ, ડિઝલ, ગેસ, શાકભાજી, અનાજ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓથી લઈ મીઠાઈ અને ફરસાણના ભાવમાં વધારો થયો છે અને હવે તેમાંથી સૌનું મનપસંદ દારૂખાનું પણ બાકાત રહ્યું નથી. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં પણ 20થી 35%નો વધારો થયો છે. જોકે ફટાકડાનો ભાવવધારો કોઈને દઝાડશે નહીં એવું લાગી રહ્યું છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ ઇંસ્ટાગ્રામ પેજને ફોલ્લૉ કરો અને શેર કરો

INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link

ફટાકડાના વેપારીઓથી લઈ જાણકારોને આશાવાદ છે કે, દર વર્ષેની જેમ આ વર્ષે પણ મહામારી – મોંઘવારી વચ્ચે ફટાકડાનું રેકર્ડબ્રેક વેંચાણ થશે. ફટાકડામાં ભાવવધારો દર વર્ષે થતો જ હોય છે. આ વર્ષે પણ ફટાકડાના ભાવમાં ભલે વધારો થયો હોય પરંતુ દિવાળીએ દરેક પરિવાર વધતા-ઓછા પ્રમાણમાં ફટાકડા ફોડતા જ હોય છે અને દિવાળીએ એક દિવસ ફોડવાના ફટાકડાનો ભાવવધારો કોઈ ધ્યાને લેતું નથી. જેમજેમ દિવાળીનો દિવસ નજીક આવશે તેમતેમ ફટાકડાની ઘરાકીમાં ચોક્કસથી વધારો થશે.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો

FACEBOOK – https://www.facebook.com/KHAASKHABARRAJKOT/

દશેરામાં વાહનથી લઈ સોનાચાંદીના ઘરેણાંના અધધ વેચાણે સાબિત કરી આપ્યું હતું કે મંદી, મોંઘવારી, મહામારી માત્ર એક ચોક્કસ વર્ગને જ અસરકર્તા છે. એ મુજબ જ ફટાકડામાં આવેલો ભાવવધારો પણ એક ચોક્ક્સ વર્ગને જ અસરકર્તા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ ભાવવધારાએ લોકોના બજેટ વેરવિખેર કરી મૂક્યા છે એ હકીકત છે પરંતુ દિવાળી અને ગુજરાતીઓનું નવવર્ષ હોય ત્યારે ફટાકડા કદાચ બ્લેકમાં મળે તો પણ લોકો તેની ખરીદી કરીને ફોડે. ફટાકડાનાં ભાવવધારો કોઈને નડતરરૂપ નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી સુધીમાં ફટાકડાનું ધૂમ વેંચાણ થશે અને દિવાળીની રાતે આકાશ રંગબેરંગી આતેશબાજીથી ઝળહળી ઉઠશે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here