બેદરકારી: રાજકોટનાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ગરબા રમવામાં વ્યસ્ત, લોકો લાઈનમાં બેઠાં-બેઠાં અકળાયા

0
196
Spread the love

દેશમાં વૅક્સિનેશન 100 કરોડને પાર : આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ ઉજવણી કરી 

ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર પહોંચતા રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય ટીમે ઇન્જેક્શન, વેક્સિનની બોટલ, 100 કરોડનો આંકડો અને તિરંગાની રંગોળી દોરી ખુશી મનાવી હતી. દિવાળી પહેલા જ આરોગ્ય કેન્દ્રોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે 100 દીવડા પ્રગટાવી અને કેક કાપી ઉજવણી કરી હતી. તેમજ સ્ટાફ દ્વારા ગરબા રમવામાં આવી રહ્યા હતા ત્યારે વેક્સિન લેવા લોકોની લાઇન લાગી હતી. ગરબા રમવામાં વ્યસ્ત સ્ટાફ સામે લોકોમાં રોષ ભભૂક્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, સવારથી જ વેક્સિન માટે લાઇનમાં ઉભા છીએ પણ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હાલ ઉજવણી ચાલે છે તો થોડી રાહ જુઓ.

એક મહિલાએ જણાવ્યું હતું કે, હું સવારે સાડા નવ વાગ્યાથી આવી છું. પરંતુ સ્ટાફે જવાબ આપ્યો કે તમારે બેસવું હોય તો બેસો નહીંતર જવા દ્યો. હાલ ઉજવણી ચાલે છે તો મોડુ થશે. સ્ટાફે કહ્યું કે, અમે મીડિયામાં આવી જઇએ પછી વેક્સિનેશન ચાલુ થશે અથવા બપોર પછી આવો. કેક કાપવામાં બધા વ્યસ્ત છે. સિવિલમાં જતા રહો તેવું કહેવામાં આવે છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here