ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લામાં 100% રસીકરણ

0
38
Spread the love

રાજ્યમાં 6.76 કરોડથી વધુ લોકોને રસી અપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય કર્મીઓનો આભાર માન્યો

ખાસ-ખબર સંવાદદાતા
કોરોના સામે રક્ષણ માટે દેશમાં રસીકરણ હેઠળ આપવામાં આવેલા ડોઝની સંખ્યા 100 કરોડ પાર થઈ ગઈ છે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓનું મોં મીઠું કરાવ્યું હતું. ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં તમામ જૂથોના 4 કરોડ 41 લાખ 65 હજાર 347 લાભાર્થીઓને પ્રથમ તથા 2 કરોડ 35 લાખ 6 હજાર 129 લાભાર્થીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…

https://chat.whatsapp.com/GOdhewJH3YD5Pgm6gNvoNR

એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.76 કરોડથી વઘુ રસીના ડોઝ આપી દેવાયા છે. સમગ્ર દેશમાં રસીકરણમાં ગુજરાતનો ફાળો 6.7 ટકાથી વધારે છે.ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ થયું છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ ઇંસ્ટાગ્રામ પેજને ફોલ્લૉ કરો અને શેર કરો

INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link

રાજયમાં પ્રતિ 10 લાખ બે ડોઝના લાભાર્થીએ 6 લાખ 86 હજાર 191 રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ 15 હજાર 436 ગામડાઓ, 491 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 30 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 53 તાલુકાઓમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા કવરેજ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ગુજરાતને રાજ્ય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાનના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરાયો છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here