શરદપૂનમ નિમિતે ભાવનગરમાં લાખો રૂપિયાના ઊંધિયા તથા દહીવડાનું વેચાણ થયું હતું

0
56
Spread the love

આજે શરદપૂનમના પર્વે ઊંધિયું અને દહીવડાનું ખુબજ મહત્વ હોય જેથી આજે ભાવનગરમાં લાખો રૂપિયાના ઊંધિયા તથા દહીવડાનું વેચાણ થયું હતું .જો કે આ વર્ષે મોંઘવારીના કારણે તેલના અને શાકભાજી ના ભાવો આસમાને પહોંચતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઊંધીયા ભાવ ડબલ થતા લોકોને તહેવારો માં કાપ મુકવાની નોબત આવી છે.

આજે શરદપૂનમના પર્વે એક અનેરું મહત્વ ખાણીપીણી નું હોય છે. આજ ના આ પર્વે લોકો પોતાના ઘરે ઊંધિયા ના શાકની મોજ માણે છે તથા આજે દહીવડા નું પણ ખુબજ મહત્વ હોય ત્યારે આજે ભાવનગર માં ઠેર ઠેર ફરસાણ ની દુકાનો ની બહાર ઊંધિયા તેમજ દહીવડા નું વેચાણ થયું હતું.આજે ભાવનગર ના લોકો લાખો રૂપિયાનું ઊંધિયું તથા દહીવડા ને આરોગી ગયા હતા.

આ વખતે શાકભાજી ના ભાવ આસમાને હોવાથી ઊંધિયાની કિંમત પણ ડબલ વધારો જોવા મળ્યો છે, ગત વર્ષે  ઊંધિયું 120 રૂપિયે કિલો ના ભાવે વેચાણ થયું હતું .પરંતુ આ વખતે શાકભાજી ના ભાવો આસમાને પહોંચતા ઊંધીયા ભાવો પણ ડબલ થયા છે.શહેરમાં સારી ક્વોલિટી નું ઊંધિયું 320 કરતા વધુ ભાવોએ વેચાઈ રહ્યું છે.

જો કે છેલ્લા બે વર્ષથી કોરોના ના કહેર અને લોક ડાઉનના કારણે લોકો તહેવારો ઉજવી શક્યા ન હતા, જો કે  આ વર્ષે તહેવાર ઉજવવાની છૂટી મળી છે પણ તહેવાર ઉજવવા તો કેમ ઉજવવા, જે ઊંધિયું ગત વર્ષે 120 રૂપિયામાં કિલો મળતું તે હવે 120 માં 500 ગ્રામ પણ નથી આવતું, ત્યારે મને કમને પણ લોકો તહેવાર ઉજવી રહ્યા છે. બે કિલોની જગ્યા એ એક કિલો એટલે કે અડધું વસ્તુ લઈને પણ તહેવારોનો આનંદ ઉઠાવી રહ્યા છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here