આગામી 20 વર્ષમાં આફ્રિકાના ગ્લેશિયર ખતમ થઇ જશે !

0
84
Spread the love

ચોંકાવનારા રિપોર્ટથી વધી ચિંતા

ખાસ-ખબર સંવાદદાતા
જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાનો દરેક ભાગ પ્રભાવિત થઈ રહ્યો છે. તેવામાં એક નવા રિપોર્ટે ચિંતા વધારી દીધી છે. યુએનના આ રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી 20 વર્ષમાં આફ્રિકાના ગ્લેશિયર ખતમ થઈ શકે છે.

યુએનના નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જળવાયુ પરિવર્તનના કારણે આફ્રિકન મહાદ્વીપના દુર્લભ ગ્લેશિયર આગામી બે દાયકામાં લુપ્ત થઈ શકે છે. તેવામાં આફ્રિકન લોકોની સામે મીઠા પાણીનું સંકટ ઉદભવી શકે છે. નદીઓનો પ્રવાહ પ્રભાવિત થવાથી ખેતી અને જંગલો ઉપર પણ માઠી અસર જોવા મળી શકે. વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન અને અન્ય એજન્સીઓનો રિપોર્ટ સ્કોટલેન્ડમાં જાહેર કરવામાં આવ્યો. જેમાં ચેતવણી આપવામાં આવી કે આફ્રિકન મહાદ્વીપ વૈશ્વિક સરેરશ કરતા વધુ ઝડપથી ગરમ થવાથી આફ્રિકાની 1. 3 અબજ વસ્તી અત્યંત નાજુક સ્થિતિમાં હશે. જ્યારે કે આફ્રિકાના 54 દેશ 4 ટકાથી ઓછા વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે જવાબદાર છે.

નવા રિપોર્ટમાં માઉન્ટ કિલિમંજારો. માઉન્ટ કેન્યા અને યુગાન્ડાના વન્જોરી પર્વતોના ગ્લેશિયરોનો આકાર ઘટવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જે આવનારા વ્યાપક બદલાવો અંગે સંકેત આપે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આફ્રિકન ગ્લેશિયરના પીગળવાની વર્તમાન દર વૈશ્વિક સરેરાશ કરતા વધી છે.

જો આમ જ સ્થિતિ રહી તો 2040ના દાયકા સુધીમાં ગ્લેશિયર સંપૂર્ણપણે પીગળી જશે. રિપોર્ટમાં જણાવ્યું કે ભવિષ્યમાં મોટાપાયે વિસ્થાપન. ભૂખ. દુષ્કાળ તથા પૂર જેવી વધતી જળવાયુ આફતોનો ખતરો તોળાઈ રહ્યો છે. તેવામાં આફ્રિકન ભાગોમાં જળવાયુ સંબંધિત આંકડાઓની અછત લાખો લોકોને આફત સંબંધિત ચેતવણી આપવા સામે અડચણ નાંખી રહી છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here