દિવાળી તહેવારમાં સુકામેવાનો ભાવ ઘટ્યો

0
223
Spread the love

દીવાળીમાં રાહત ! પેટ્રોલ-ડિઝલ, શાકભાજી, કઠોળના ભાવ વધ્યા તો ડ્રાયફ્રુટસના ઘટ્યા!

આશરે રૂા. 30થી લઈને 200 સુધીનો ભાવ ઘટાડો

બદામના રૂા. 700થી 800, અંજીર 800થી 1000, કિસમીસ 300થી 400ના ભાવ 

ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારોમાં મોંઘવારીનો માર આમજનતાને પડશે. એકબાજુ કોરોનાથી હળવાશ લોકો અનુભવી રહ્યા છે તો બીજીબાજુ મોંઘવારીએ ગૃહિણીઓનું બજેટ વિખેર્યું છે પરંતુ આ મોંઘવારી વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ, ડિઝલ, શાકભાજી, કઠોળ, ફ્રુટના ભાવ આસમાને છે તો બીજીબાજુ ડ્રાયફ્રુટના ભાવમાં ઘટાડો થયો છે અને હજુ પણ ભાવ ઘટશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબ્જો કર્યો એ સમયે બહારથી આવતા સુકામેવા સાથે ફ્રુટ જેવી અનેક વસ્તુઓની નિકાસ બંધ કરવામાં આવતા તે સમયે ભાવ વધ્યો હતો પરંતુ ભારત સંઘ જે 85 ટકા જેટલા ડ્રાયફ્રુટસની અફઘાનથી આયાત કરે છે જે એ સમયે બંધ થતાં ડ્રાયફ્રુટના ભાવમાં 25થી 35 ટકાનો વધારો આવ્યો હતો પરંતુ હવે ભાવમાં રૂા. 20થી લઈને આશરે 200 સુધીનો ભાવઘટાડો નોંધાયો છે. આમ તો દિવાળી સમયે સુકામેવાનો ભાવ વધતો હોય છે પરંતુ આ વર્ષે સુકામેવાનો ભાવ ઘટ્યો છે તેવું સુકામેવાના વેપારીઓનું કહેવું છે. રાજકોટમાં ડ્રાયફ્રુટ માર્કેટમાં દિવાળીના તહેવાર નિમિત્તે આશરે 50થી 80 કરોડ જેટલો વેપાર થાય છે. અમેરિકા, અફઘાનિસ્તાન, આફ્રિકા અને બેંગલોરથી રાજકોટમાં સુકોમેવો આવે છે. જો કે કાજુના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.

એક મહિના પહેલાં બદામ રૂા. 1000ના ભાવે હતી જે હવે રૂા. 700થી 800, કાજુ રૂા. 800થી 1000, અંજીર રૂા. 900થી 1150 અને કિસમીસ રૂા. 350થી 400ના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે. સુકામેવાની આવકમાં વધારો થતાં હાલ તેના ભાવ ઘટ્યા છે. દિવાળી સૌથી મોટો તહેવાર છે ત્યારે હવે ભારતમાં પૂરતા પ્રમાણમાં ડ્રાયફ્રુટની આવક થતાં ભાવમાં ઘટાડો થયો છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here