નેપાળમાં વિનાશક પૂર, 21ના મોત અને 24 લાપતા

0
120
Spread the love

ભારે વરસાદથી હાલત બગડી, અનેક સ્થળે ભૂપ્રપાત હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા

ખાસ-ખબર સંવાદદાતા
નેપાળમાં પાછલા દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાને કારણે અનેક જિલ્લાઓમાં ભયંકર પૂર આવતા સર્જાયેલી દુર્ઘટનાઓમાં કુલ 21 લોકોના મૃત્યુ થયા છે અને 24 થી વધુ લોકો લાપતા થયા હોવાનું બહાર આવ્યું છે.
નેપાળના મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી છે અને એમ જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ બાદ નેપાળમાં પરિસ્થિતિ બગડી ગઈ હતી અને અનેક સ્થળો પર ભૂ પ્રપાત થતા અનેક લોકો કાટમાળ હેઠળ દબાઈ ને મૃત્યુ પામ્યા હતા.

વરસાદી દુર્ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવાયા છે અને ત્યાં પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે. 24થી વધુ લાપતા બનેલા લોકોને શોધવા માટે તપાસ ચાલી રહી છે.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે… 

https://chat.whatsapp.com/KIBi0LlhhGlLddmqgL0PA2

નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે 19 જિલ્લાઓમાં પુર ને લીધે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે અને સૌથી વધુ મૃત્યુ 19 જિલ્લામાં નોંધાયા છે અને અનેક કાચા મકાનો પડી ગયા છે. બચાવ રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને સેંકડો લોકોને બચાવવામાં આવ્યા છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પાણી અને ખોરાક સહિતની સહાયતા પહોંચાડવામાં આવી રહી છે અને દવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 24 લાખ લોકો માટે તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here