બાંગ્લાદેશમાં 9 વર્ષમાં 3721 ઘર-મંદિર પર હુમલા

0
58
Spread the love

હિન્દુઓની સુરક્ષાની શેખ હસીનાની વાતો પોકળ

બાંગ્લા મીડિયા દ્વારા આવી ઘટનાને વધુ કવરેજ અપાતું ન હોવાથી આવા મામલાઓ દબાઇ જાય છે

છેલ્લા પાંચ વર્ષમાં બાંગ્લાદેશમાં 2021નું વર્ષ ભયાનક બની રહ્યું

ખાસ-ખબર સંવાદદાતા
બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. એક ધાર્મિક સંગઠને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે છેલ્લા નવ વર્ષમાં હિન્દુઓના ઘરો અને ધાર્મિક સૃથળો પર અનેક વખત હુમલા થયા છે. આંકડા અનુસાર આ સમયગાળા દરમિયાન 3721 ઘરો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે સાથે આગ પણ લગાવી દેવાઇ છે.

અહીં હિન્દુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓને કટ્ટરવાદીઓ વધુ નિશાન બનાવતા રહ્યા 

નાગરિક અધિકાર સંગઠન એન ઓ સાલિશ કેંદ્રના આ રિપોર્ટમાં આ આંકડા જાહેર કરાયા છે. ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં બાંગ્લાદેશમાં 2021નું એટલે કે વર્તમાન વર્ષ ભયાનક રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસમાં જ હિન્દુઓના મંદિરો અને પંડાલો પર હુમલાનું પ્રમાણ વધી ગયું છે. રિપોર્ટ અનુસાર આ દરમિયાન હિન્દુઓના મંદિરો, પૂજાસૃથળો પર હુમલાની આશરે 1678 ઘટનાઓ સામે આવી છે. નાગરિક અધિકાર સમૂહના કાર્યકર્તાઓનું કહેવુ છે કે આ આંકડા ભયાવહ છે અને હુમલાના વધતા પ્રમાણને કારણે હિન્દુઓમાં ભયનો માહોલ છે. મોટા ભાગના નાના મામલાઓમાં મીડિયા કવરેજ પણ ઓછુ મળ્યું છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2014 સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. જે સમયે બાંગ્લાદેશના લઘુમતીઓના 1201 ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘરોમાં કટ્ટરવાદીઓએ તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. હાલમાં જ બાંગ્લાદેશના કોમિલા વિસ્તારમાં કુરાનને લઇને વિવાદ સર્જાયો હતો.

Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે… 

https://chat.whatsapp.com/KIBi0LlhhGlLddmqgL0PA2

અફવાઓને લઇને હિન્દુઓના ઘરોને આગ લગાવી દેવાઇ હતી. અહીં હિન્દુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓને કટ્ટરવાદીઓ વધુ નિશાન બનાવતા રહ્યા છે. લઘુમતીઓ માટે કામ કરતા યૂનિટ કાઉંસિલનો દાવો છે કે હાલમાં જ થયેલા હુમલામાં 70 લોકો ઘાયલ થયા છે. સાથે જ 130 દુકાનો, મકાનો, મંદિરોને હાલમાં આ સપ્તાહમાં જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here