‘જુનૂન’, ઇશ્કથી ઈબાદત સુધી, વ્યક્તિનો આગવો ગુણ

0
30
Spread the love

‘જુનૂન’ એટલે પાગલપન કે ધૂન. દિલથી યુવાન એવા દરેકને આકર્ષતો શબ્દ એટલે ’જુનૂન’.

– ખુશાલી બરછા

આ જુનૂન જ છે જે આપણને જીવતા રાખી શકે છે, નહીં તો આપણામાં અને રોબોટમાં કંઈ ફરક ના રહે. જો એ આપણામાં’fully installed’ હોય તો આપણા જીવનના ચલચિત્રમાં પણ “Thrills and spills” આવી શકે. મતલબ કે, જીવન રોમાંચક અને આનંદદાયક બની જાય.

ઇશ્ક હોય કે પછી ઈબાદત, એ જુનૂનથી અનુભવેલું હોય તો એનો આનંદ મૃત્યુપર્યંત અને પછી પણ સજીવન રહી શકે છે. હા, જુનૂનથી કરેલા કામોમાં નિષ્ફળતા મળી શકે તો નિરાશ ના થવું જોઈએ કારણકે જિંદગીના જામમાં પહેલો ઘૂંટડો કડવો લાગી શકે પણ એનો નશો ઓસરી ના શકે, જો એમાં ‘જુનૂન’ના ’બીન્સ’ ભળેલા હોય તો!

આપણે જુનૂન રાખીને આ દુનિયામાં શાણા માણસોમાં ના ખપીએ તો ચાલશે કારણકે થોડા ધૂની કે મસ્તમૌલા માણસોએ જ નવો ચીલો ચાતર્યો છે અને નવો રસ્તો પણ બતાવ્યો છે. ધૂન, દિવાનગી કે જુનૂન હોવું એ તો વ્યક્તિની આગવી ઓળખ છે અને મને નથી લાગતું કે આવી વ્યક્તિને “identity crisis” સતાવી શકે. જે પોતાનામાં જ મગ્ન હોય તેને આ દુનિયાની રીતથી શું લેવા દેવા? ચાલો, છેલ્લે આ શબ્દો મમળાવીને ’જુનૂન’ને સ્થાયી કરવાનો પ્રયત્ન કરીએ:
યારો.. જી ભરકે જી લે પલ
લગતા હૈ આજ કલ દૌર અપના આયેગા..
યારો.. જો ખુદ પે હો યકિન,
જો ઝીંદગી હસીન,
તુજે કલ બુલાયેગા..
હૈ ’જુનૂન’
હૈ ’જુનૂન’ સા સીનેમે..
(ગીતકાર: સંદીપ શ્રીવાસ્તવ,
ફિલ્મ: ન્યુયોર્ક)


Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here